દાહોદ SOG પોલીસને ગરબાડા તાલુકાના માતવા ગામેથી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવતા પોલીસે માઉઝર પિસ્તોલ કબ્જે કરી એક ઈસમની ધરપકડ કરી

0
387

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

નજીકના દિવસોમાં રથયાત્રા તથા રમઝાન ઈદના જેવા ધાર્મિક  તહેવારો આવતા હોય તે માટે વિશેષ તકેદારી રાખવા તેમજ SOG ચાર્ટરની કામગીરી જેવી કે બનાવટી ચલણી નોટો, ગેરકાયદેસરના હથિયારો તથા ગંભીર પ્રકારના બનતાં ગુન્હાઓ શોધી કાઢવા ઇનચાર્જ પો. ઈ. આર.એમ.પરમાર, SOG શાખા દાહોદનાઓને પોલીસ અધિક્ષક સાહેબ દાહોદ તરફથી જરૂરી માર્ગદર્શન-સૂચન કરવામાં આવતા તેના આધારે ઇ.પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જીનાઓએ તેમના સ્ટાફના માણસો સાથે તારીખ.૧૯/૦૬/૨૦૧૭ના રોજ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન તેમને બાતમી મળેલ હતી કે, માતવા ગામે નવાફળીયામાં રહેતો રમેશભાઈ બીજીયાભાઇ જાતે હઠીલા એ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસરનું હથિયાર (પિસ્તોલ) સંતાડી રાખેલ છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસ બે પંચના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રમેશભાઈ બીજીયાભાઇ હઠીલા ના ઘરની ઝડતી તપાસ કરવા જતાં રમેશભાઈ બીજીયાભાઇ હઠીલા તેના ઘરે હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતાં તેના ઘરના ઓસરીના ભાગે ખીટીએ લટકાવેલ થેલીમાંથી એક દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્તોલ) કી.રૂ.૧૫૦૦૦/- ની મળી આવતા આ માઉઝર પિસ્તોલ તપાસ અર્થે કબ્જે કરી આરોપી રમેશભાઈ બીજીયાભાઇ હઠીલાને ઝડપી પાડી તેના વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી રમેશભાઈ બીજીયાભાઇ હઠીલાના ગુનાહિત પૂર્વ ઇતિહાસ સંબંધેની એસ.ઓ.જી શાખા દાહોદ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

એસ.ઓ.જી.પોલીસે કબ્જે કરેલ માઉઝર (પિસ્તોલ) તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here