દેવગઢબારીયા સિવીલ હોસ્પ્‍િટલ ખાતે દીન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ કરતા રાજ્યમંત્રીશ્રી બચુભાઇ  ખાબડ

0
400

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR DAHOD

  • હવે મોંઘી દવાઓના કારણે કોઇપણ રોગ માટે સારવાર અટકી જવાનો દર્દીને ભય નહીં રહે
  • કોઇપણ રોગના તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે દવાઓ આ સ્ટોર પરથી મળી રહેશે
  • પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડના

દાહોદઃ સોમવારઃ રાજ્ય સરકાર દ્વારા જનેરીક દવાઓ ગરીબ દર્દીઓને ઓછાભાવે મળી રહે તે માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર યોજના રાજ્યના તમામ જિલ્લાઓની મુખ્ય હોસ્પિટલોમાં અમલમાં મૂકવામાં આવી છે. રાજયભરની આવી હોસ્‍પિટલોમાં એકી સાથે ૫૨ જેટલી જગ્યાએ આવા સ્ટોરનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં થયેલ છે.navi 2images(2)

દાહોદ જિલ્લામાં દેવગઢબારીયા મહારાજા જયદિપસિંહજી સિવિલ  હોસ્પિટલ ખાતે રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડના હસ્તે  દીનદયાળ પ્રધાનમંત્રી જેનેરીક દવાઓ ગરીબ દર્દીઓને ઓછા ભાવે મળી રહે તે માટેના અધતન જન ઔષધિ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ ઓછી કિંમતે પૂરી પાડતા દવાના સ્ટોરને ખુલ્લો મુકતા રાજ્ય પશુપાલન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતું કે કોઇપણ દેશ કે રાજ્યની સમૃધ્ધિએ દેશના નાગરિકોના આરોગ્ય ઉપર આધારિત હોય છે. લોકોની સુખાકારી માટે સારું આરોગ્ય અનિવાર્ય છે. દેશની જનતા અંદાજિત રૂા. ૨.૯૦ કરોડ જેટલો ખર્ચ પોતાના ખિસ્સામાંથી આરોગ્યની સેવાઓ માટે કરે છે. ત્યારે દેશના વડાપ્રધાનશ્રીએ કોઇપણ રોગ માટેની મોંઘીદાટ દવાઓના કારણે દરદીને સહન કરવાનો કે મૃત્યુ સુધી પહોંચી જવાનો વારો ન આવે તે માટે દરદીને સારવારની જગ્યાએ જ સ્થળ પર જ  દવાઓ મળી રહે તે માટે આ જેનેરિક સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે.  જે તમામ દર્દીઓને આ યોજના હેઠળ ઓછા ભાવે કોઇપણ રોગની અંદાજીત ૧૦૦૦થી વધુ જાતની દવાઓ આ આરોગ્ય સ્ટોર પર મળી રહેશે. આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ અને વધારાના સ્ટોર પણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ત્યારે આ ગુણવત્તાયુકત ઓછાભાવની દવાઓનો લાભ લઇ આરોગ્ય જાળવવા આમ જનતાને રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે વિનંતી કરી છે.

આ કાર્યક્રમમાં આ સિવિલ હોસ્પિટલના પૂર્વ અધિક્ષક ર્ડા. મયાત્રાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ પ્રવાસન રાજ્ય મંત્રીશ્રીમતી ઉર્વશીદેવી બાપુરાજ, નગરપાલિકા પ્રમુખશ્રીમતી ચાર્મીબેન સોની, તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી પાર્વતીબેન રાઠવા, અધિક નિવાસી કલેક્ટરશ્રી કે.જે.બોર્ડર, અધિક્ષક ર્ડા. ઠાકોરભાઇ વણકર, ર્ડા. પહાડીયા, ઇ.એમ.ઓ. ર્ડા.. દિલીપ પટેલ,  ર્ડા. સજ્જનસિંહ ભાવસાર, મામલતદારશ્રી રાઠોડ, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, નગરપલિકાના કાઉન્સિલરો, અગ્રણીઓ, નગરજનો, ગ્રામજનો, સ્ટાફગણ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here