દેવગઢ બારિયામાં સાંસદ ખેલ સ્પર્ધાના ત્રીજા દિવસે સાંસદ અને મહેમાનો દ્વારા દાહોદ જિલ્લામાં થયેલ ખેલ સ્પર્ધાઓમાં વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા

0
52

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

  • સાંસદ ખેલ સ્પર્ધાની રંગે ચંગે ઉજવણી બાદ ત્રીજા દિવસે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના હસ્તે સમાપન કરવામા આવ્યુ.
  • દાહોદ જીલ્લામા પ્રથમવાર સાંસદ ખેલ સ્પર્ધાનુ આયોજન કરાતા ખેલાડીઓની સુશુપ્ત શકિત બહાર આવી, વિજેતા ખેલાડીઓ દેશ-વિદેશ તેમજ ફ્રાન્સમા હવે રમશે. – સાસંદ જસંવતસિહ ભાભોર.
  • સાંસદ ખેલ સ્પર્ધામાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીઓને કરાયા સન્માનિત.

આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી દાહોદ જિલ્લાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા અને દાહોદ ખાતે પ્રથમ વખત સાંસદ ખેલ સ્પર્ધા – ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી યોજાયેલ સાંસદ ખેલ સ્પર્ધામા 7000 હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાંસદ ખેલ સ્પર્ધામા રસ્સા ખેચ, કબડ્ડી, કરાટે, ફુટબોલ, વોલીબોલ, ક્રિકેટ, એથ્લેટિક્સ જેવી રમતોમા ખેલાડીઓએ ભાગ લઇ પોતાનામાં છુપાયેલ સુષુપ્ત શકિત બહાર આવી હતી. સારુ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ અને પ્રશસ્તિપત્ર સન્માનીત કરવામા આવ્યા હતા. દાહોદ જીલ્લામા પહેલી વાર મોટાપાયે ખેલ સ્પધૉનુ આયોજન કરતા સાસંદ જસવંતસિહ ભાભોરે લોકભાગીદારી થી સફળ થયેલ સાંસદ ખેલ સ્પર્ધાને લઇને લોકોનો તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. સાંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંધવીના વરદ્દ હસ્તે કરવામા આવ્યો હતો. ત્યારે ખેલ સ્પર્ધાના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના હસ્તે કાર્યક્રમનો સમાપન સંમારોહ યોજવામા આવ્યો હતો.

આ પ્રંસગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા, ધારાસભ્ય શૈલેષ ભાભોર, પૂર્વ મંત્રી બંચુભાઇ ખાબડ, જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ઝોન મહામંત્રી કનૈયા કિશોરી, પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયા, પૂર્વ ધારાસભ્ય તુષારબાબા, ચેરમેન ભરતભાઇ ભરવાડ તથા શહેર પ્રમુખ, મહામંત્રીઓ તેમજ અન્ય હોદ્દેદારો અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ સ્પર્ધાના અંતે ભોજન ભંડારાનુ પણ આયોજન કરાયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here