દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી અને અસાયડી ગામે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે નવિન ઉદ્દવહન સિંચાઈ યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

0
671

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

સમ્રગ દાહોદ જિલ્લાને સિંચાઇના પાણી પુરા પડાશે : મંત્રી બચુભાઇ ખાબડ

ખેતીને સમૃધ્ધ કરવા, ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના એક વિઝન સાથે સરકારે વિવિધ યોજનાઓના સથવારે સધન અને નક્કર આયોજન કર્યુ છે. આ દિશામાં ખેડૂતોને સિંચાઇના પાણી મળી રહે અને ત્રણે ઋતુ પાક લઇ શકે તેવી યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. જે સંદર્ભે સમ્રગ દાહોદ જિલ્લાને આગામી વર્ષ સુધીમાં સિંચાઇના પાણી પુરાં પડાશે તેમ ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી અને અસાયડી ગામે નવિન ઉદ્દવહન સિંચાઇ યોજનાઓના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું.

મંત્રી બચુભાઇ ખાબડે કહયુ હતું કે કડાણા જળાશય આધારિત યોજના અને જિલ્લાના મોટા ડેમ, ચેક ડેમ અને તળાવો થકી ખેડૂતોને સિંચાઇના પાણી મળી રહે અને ખેડૂત વર્ષ દરમિયાન ત્રણ પાક લઇ શકે તેવી યોજનાઓ બનાવવામાં આવી છે. સિંચાઇ ઉપરાંત પીવાના પાણી પણ ધર ધર સુધી પહોંચે તે માટેનું પણ પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકારે અમલી બનાવેલી કૃષિ અને પશુપાલનની યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લઇ આર્થિક સધ્ધરતા હાંસલ કરવા ગ્રામજનો ને ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ફસલ બીમા યોજના અને વગર વ્યાજની કૃષિ લોન અંગેની જાણકારી મંત્રી બચુભાઇ ખાબડએ ખેડૂતોને આ પ્રસંગે આપી હતી.

દેવગઢ બારીયા તાલુકા પંચાયતાના પ્રમુખ અમરસિંગ રાઠવાએ ઉદ્દવહન સિંચાઇ યોજનાનો સૌના સહકારથી લાભ લેવા મેળવવા ઉપસ્થિત ખેડૂતોને વિનંતી કરતા જણાવ્યું હતું કે સિંચાઇના પાણી ખેતરોને મળવાથી આ વિસ્તારમાંથી થતાં સ્થળાંતર અને તેનાથી બાળકોના અભ્યાસ સહિતની વિપદાઓનો અંત આવશે. દાહોદ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા આ નવિન બનાવવામાં આવનારી ઉદ્દવહન સિંચાઇ યોજનાઓથી બંને ગામની ૨૫-૨૫ હેકટર જમીનને સિંચિત કરી શકાશે. ભૂમિગત પાઇપ લાઇન દ્વારા ખેડૂતોના ખેતર સુધી પહોંચતા પાણીથી ખેડૂતોની જમીનનો બગાડ થશે નહિ. આ યોજનાઓ એક થી દોઢ માસ જેટલા ટૂકાં ગાળામાં સંપન્ન થઇ કાર્યાન્વિત થશે જેથી આ ગામના ખેડૂતોને ત્યાર પછીની શિયાળા-ઉનાળાની ઋતુમાં લેવાના પાકને સિંચાઇના પાણીનો લાભ પ્રાપ્ત થશે. તેમ સિંચાઇના વિભાગના ઇજનેરોએ આ પ્રસંગે માહિતી આપી હતી. ભૂમિ પૂજનના આ કાર્યક્રમોમાં દેવગઢ બારીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here