ધાનપુર તાલુકાના કંજેટા ખાતે ૧૬ ગામોનો સમાવિષ્ટ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો  

0
918
Keyur A. Parmar
logo-newstok-272-150x53(1) KEYUR PARMAR BUREAU DAHOD 
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ખાતે આજ રોજ પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મંત્રીશ્રીના હસ્તે મહિલાઓને મફત ગેસ, દૂધ ઉત્પાદક મંડળીની બહેનોને ૨ નવિન દૂધ ઘર ભવન બનાવવા માટેના ૧૦ લાખના સહાય ચેકો તથા મહિલા શિક્ષણના પ્રોત્સાહનરૂપે ગરીબ કન્યાઓને મફત ઘઉંનૂં રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડના હસ્તે વિતરણ કરાયું તથા પશુ સારવાર કેમ્પને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વધુ વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ દ્રારા નિકાલ કરી શકાય, આવી રજૂઆતો સ્‍થળ ઉપર જ ઉકેલ આવે તે માટે “સેવાસેતુ” ના કાર્યક્રમો રાજય સરકાર દ્રારા તા. ૫/૧૧/૨૦૧૬થી રાજયભરમાં શરુ કરવામાં આવ્યા છે.navi 2images(2)
          દાહોદ જિલ્‍લાના લીમખેડા પ્રાંતના ધાનપુર તાલુકાના કંજેટા ખાતે ૧૬ ગામોની સમાવિષ્‍ટ કંજેટા ગ્રામ પંચાયતનો તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ કંજેટા  ખાતે પ્રાંત અધિકારીશ્રી અશોક પાંડોરના અધ્યક્ષસ્‍થાને કંજેટા પ્રાથમિક શાળા સંકુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું ક. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૈાનો સાથ સૈાનો વિકાસ ના મંત્ર સાથે વિકાસની હરણફાળ ભરી છે. રાજયના મુખ્યમંત્રીશ્રીએ વિકાસની સાથે છેવાડાના વિસ્‍તારોમાં વસતા ગરીબ, આદિવાસી, પછાત લોકો, ખૂડૂતો સહિત તમામ વર્ગના વ્યકિતગત વિકાસ કામો માટે નવતર અભિગમન પ્રમાણે ઘર આંગણેજ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમામ વિભાગના અધિકારીશ્રીની ઉપસ્‍થિતિમાં સેવાસેતુના કાર્યક્રમો રાજયના ૧૮૩૦૦ ગામોમાં શરૂ થયા છે. ત્યારે જાગૃત થઇ આ કાર્યક્રમનો લાભ લઇ સ્‍વ વિકાસ સાથે રાજયના વિકાસમાં જોડાવા રાજ્ય મંત્રીશ્રી. ખાબડે આહવાન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા કાળા ધનને તથા નકલી નોટોની ઘુશણખોરીને નાથવા ચલણની મોટી નોટો બંધ કરવામાં આવી છે. સાચા વ્યક્તિએ કોઇ ઘબરાવાની જરૂર નથી.મજુર વર્ગ સહિત તમામ નાના કારીગરો, ફેરીયાઓના જનધન ખાતાં ખોલીને ગરીબનો પૈસો વ્યર્થ ન જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આર.બી.આઇ. સાથે સંપર્કમાં રહી સતત નજર રાખે છે.તેમ શ્રી ખાબડે જણાવ્યું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૭ જુદા જુદા વિભાગોના ટેબલો ગોઠવી સંલગ્ન અધિકારી-કર્મચારી દ્રારા લોકોની રજૂઆતો-અરજીઓ લઇ ઓનલાઇન અરજીઓના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મુખ્યમંત્રી મા-અમૃત્તમ કાર્ડ, મા વાત્સલ્યકાર્ડ, રેશનકાર્ડમાં સુધારો નવું રેશનકાર્ડ નામ ઉમેરો વગેરે જેવા દસ્‍તાવેજો ઓનલાઇન માધ્યમથી સ્‍થળ ઉપર જ કાઢી આપવામાં આવ્યા હતા. જયારે જુદા જુદા વિભાગોની યોજનાઓના ફોર્મ ભરી નિકાલ માટેની કાર્યવાહી સ્‍થળ ઉપર જ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મફત ગેશ બોટલ સગડી સહિતની કિટ્સનું, દૂધ ઉત્પાદક મંડળીની બહેનોને દૂધ ઘર બનાવવા માટેના સહાય ચેકોનું તથા મહિલા શિક્ષણને પ્રોત્સાહનના ભાગરૂપે શાળામાં ભણતી ૭૦ ટકા હાજરી ધરાવતી કન્યાઓને મફત ૨૦ કિલો ઘઉંનું વિતરણ તથા પશુપાલન વિભાગ દ્વારા યોજાયેલ પશુસારવાર કેમ્પને રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડના  હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારીશ્રી અશોક પાંડોરે કર્યુ હતુ.
કાર્યક્રમમાં ધાનપુર તાલુકા ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન વહોનિયા, તાલુકા વિકાસ અધિકારી કે.જે.રાઠોડ, નાયબ પશુપલન નિયામક ગોશાઇ, મેડિકલ ઓફિસર રમન, જિલ્‍લા પંચાયત સદસ્‍ય બાબુસિંહ ચૌહાણ, ભાજપા મહામંત્રી સરદારસિંહ બારીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ વહોનિયા,પદાધિકારીઓ, જિલ્‍લા-તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ, સરપંચો, ગ્રામજનો, અરજદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here