ધાનપુર તાલુકાના લુખડીયા ખાતેથી ૬૭ મા વન મહોત્સવનો પ્રારંભ જિલ્લાના નવા જન્મેલા ૧૭૬૪૯ બાળકો ૮૮૨૪૫ રોપાઓના વાવેતર દ્રારા ઉજજવળ ભવિષ્યનુ નિર્માણ કરશે

0
700

 

logo-newstok-272-150x53(1) DESK DAHOD 

પર્યાવરણ જાળવણી માટે નવજાત બાળકોના જન્મ સાથે પાંચ વૃક્ષોનુ વાવેતર કરવાનો નવતર પ્રયોગ દેશમાં સૌ પ્રથમ દાહોદ જિલ્લામાં કરાયો.વન મહોત્સવ નિમિતે રાજયમાં ૧૦ કરોડથી વધુ રોપાઓનુ વાવેતર કરાશે.

                                                                – શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડીયા, એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ શાળા ખાતે જિલ્લાના પ્રભારી અને રાજ્યના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ૬૭ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લામાં વન મહોત્સવ ઉજવણી નિમિત્તે ૨૫૦૦ જેટલાવુક્ષોનું વૃક્ષારોપણ કરતાં  જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવતર અભિગમો દ્રારા રાજયનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો હતો. તેમાં વન મહોત્સવની ઉજવણી પણ લોકભોગ્ય બને તેવો નિર્ધાર કર્યો હતો. દર વર્ષે જન ભાગીદારી થકી વન વિભાગ દ્રારા વૃક્ષોનુ વાવેતર થાય છે. પણ  ઉછેરમાં કચાશ રહી જાય છે તેને નિવારવા માટે સૌ સહિયારા પ્રયાસો હાથ ધરીએ.

 વધુમાં મંત્રીશ્રી ચુડાસમાએ દાહોદ જિલ્લાના પદાધિકારી અને વહીવટી તંત્ર દ્રારા નવજાત જન્મેલા ૧૭૬૪૯ બાળકોના નામ પર સાગ જેવા મુલ્યવાન પાંચ વૃક્ષો વાવવાનો નવતર પ્રયોગ કર્યો હતો. જેના થકી ૮૮૨૪૫ રોપાઓનુ એકી સાથે બાળકની માતાઓ કે વાલીઓ વાવેતર કરશે. અને તેના ઉછેર માટે સંકલ્પબધ્ધ થશે. જયારે બાળક ૧૭ થી ૧૮ વર્ષનુ થશે ત્યારે આ કિંમતી લાકડામાંથી મળતા મુલ્યમાંથી બાળકના ઉજજવળ ભવિષ્ય માટે કે તેના લગ્ન જેવા સામાજિક કાર્ય માટે માતા-પિતાને ઉપયોગી બનશે. આવો ઉચ્ચ વિચાર ગતિશીલ રાષ્ટ્ર કે ગતિશીલ ગુજરાતના કર્મયોગીઓ જ કરી શકે. માનવજાતના અસ્તિત્વ માટે વૃક્ષ કેટલું ઉપયોગી છે. તેની મહત્તા સમજાવતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ, જમીન ચકાસણી સાથે પહેલાં રાજ્યની ખેતીની આવક માત્ર ૯ હજાર કરોડ હતી.  જે આવા અભિયાનો થકી આજે ૧.૨૫  લાખ કરોડની થઇ છે. શાળા પ્રવેશોત્સવ થકી ૧૦૦ ટકા શિક્ષણ હાંસલ કરી શકાયું છે. વૃક્ષો આપણને ઔષધિય સ્વરૂપે પણ ખૂબજ ઉપયોગી છે. ત્યારે તેનું જતન કરીએ તેવી મંત્રીશ્રીચુડાસમાએ અપેક્ષા વ્યક્ત કરી હતી.

જિલ્લા પક્ષ પ્રભારી શ્રીઅમિતકુમાર ઠાકરે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું. વન એજ જીવનનો મંત્ર અનાદિકાળથી આપણા ઋષિ મુનીઓ અને મહાપુરુષો, સંતોએ લેખાવ્યો છે. ત્યારે વૃક્ષની મહત્તા સમજી ઉછેર માટે સહયોગી બની પર્યાવરણની જાળવણી કરવાશ્રી અમીત ઠાકરે અપીલ કરી હતી.

આ પ્રસંગે કલેક્ટરશ્રી એલ.પી.પાડલીઆએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાને ભૌગોલિક દ્રષ્ટિએ જોતાં ડુંગરાળ પ્રદેશ છે. વહી જતા પાણીને રોકવા, ભેજ ટકાવી રાખવા વૃક્ષોનું ખાસ મહત્વ સંકળાયેલું છે. અને તેને આધારિત જ વરસાદ પડે છે. ત્યારે વૃક્ષોની મહત્તા સમજી વાવેતર ઉછેર કરવા પર  ભાર મૂકવા જણાવ્યું હતું. ૧૬૦ જેટલા ગામોમાં ૨૦૦ રોપા વાવેતર કરવામાં આવી રહ્યું છે. તેની પાડલીઆએ જાણકારી આપી હતી.

રાજયના મુખ્ય વનસંરક્ષકશ્રી રામકુમારે વનમહોત્સવના પ્રણેતા કવિ કનહૈયાલાલ મુનશીને યાદ કરતાં તેમને ૧૯૫૦ થી વનમહોત્સવની શરૂઆત કરી હતી. આ વનમહોત્સવ થકી રાજયમાં ૧૧ જેટલા પ્રવાસન સ્‍થળો અને કચ્‍છના બન્ની સહિત ૪ જેટલા વનોનો ખૂબ ઝડપથી વિકાસ થયો છે. ચાલુ વર્ષ વન વિભાગ દ્વારા જિલ્લામાં ૬૬ લાખ રોપાઓનું વિતરણ તથા ૧૫ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જેમાં સૌ નાગરિકોને સહયોગી બનવા શ્રી રામકુમારે અપીલ કરી હતી.

આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી એન.આર.મજમુદારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતુ; કે ચાલુ વર્ષે ૨૦૦૦ હેક્ટર જમીનમાં ૨૩૦૦૦૦ રોપાઓનું વાવેતર જેમાં કલોનલ નીલગીરી અને સાગનું વાવેતર કરવામાં આવશે. ૧૫૦ શાળાઓમાં સરગવા સહિત ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.તેમ જણાવ્યું હતું.

navi 2images(2)                               HONDA NAVI – RAHUL MOTORS DAHOD

આ પસંગે વન વિભાગ દ્વારા કિશાન નર્સરી, બાગાયત, સંરક્ષણ માટે તારની વાડ, જંગલી જાનવર દ્વારા ખેડૂતના ઢોરને થયેલ નુકશાન વગેરેના લાભાર્થીઓને ચેકોનું તથા નવા જન્મેલા બાળકોની માતાઓને રોપાઓનું  મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્મની આભાર વિધિ ફતેપુરા, પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વી.એન.નાઇકે, જ્યારે સંચાલન સી.આર.સી.શ્રી એસ.સી.બારીયાએ કર્યુ હતું.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, મહામંત્રીશ્રી રમેશ સોની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રા, જિલ્લા પોલિસ વડા શ્રી મનોજ નિનામા, દેવગઢબારીયા વન સંરક્ષકશ્રી પી.એ.વિહોલ, ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા તાલુકાના અધિકારીઓ- પદાધિકારીઓ, ગ્રામજનો, શળાના વિધાર્થીઓ – બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here