ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામે પોષણ અભિયાન કાર્યક્રમ રાજય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો

0
242
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
ગ્રામજનોને પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. કુપોષણ દૂર કરવા સમાજ પણ યોગદાન આપે – મંત્રી બચુભાઇ ખાબડ
ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત જિલ્લામાં ત્રિદિવસીય જનજાગૃતિ કાર્યક્રમના બીજા દિવસે ધાનપુર તાલુકાના નવાનગર મતવિસ્તારના વાસીયા ડુંગરી ગામે પોષણ અભિયાન કાર્યક્રમ રાજય મંત્રી  બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો. હતો. પોષણ બાબતે રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ફિલ્મોનું કાર્યક્રમમાં નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો દ્વારા નાટક, વાનગી હરીફાઇ, બાળ તંન્દુરસ્તી હરીફાઇ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને સુપોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, પોષણ અભિયાન એ આખા દેશમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી અનોખી પહેલ છે. આ પહેલમાં સમાજ પણ પોતાનું યોગ્ય યોગદાન આપે તે ઇચ્છનીય છે. કુપોષિત બાળકની જવાબદારી સમાજે ઉપાડી લેવી જોઇએ. પોતાના બાળકને નિયમિત આંગણવાડી મોકલવા જોઇએ. આંગણવાડીમાં યોગ્ય રીતે કામગીરી થાય છે કે નહી તે ગામના આંગેવાનો ધ્યાન રાખે. વાલીઓ પણ પોતાની જવાબદારી નિભાવે. કુપોષણને નાથવા સગર્ભા મહિલા કુંટુંબમાં પહેલા જમે એનું ધ્યાન ઘરના સભ્યોએ રાખવાનું છે. કુપોષણ દૂર કરવા સ્વચ્છતાની આદતો પણ વિકસાવી જરૂરી છે.
તેમણે ઉમેર્યુ કે, રાજય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકતાઓને તમામ સાઘન સામ્રગી આપવામાં આવે છે ત્યારે બાળકોને સુપોષિત કરવાની જવાબદારી તમારે ઉપાડી લેવી જોઇએ. આંગણવાડીનું બાળક પોતાનું જ છે તેમ સમજી માતા યશોદાની જેમ તમારે કાળજી લેવાની છે. તમને આપવામાં આવેલા સ્માર્ટફોનથી કામગીરીની પારદર્શકતા વધી છે ત્યારે દાહોદ જિલ્લાને કુપોષણથી સંપૂર્ણ દૂર કરવો જોઇએ. આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ગ્રામજનોને પોષણ અભિયાનનાં હાર્દરૂપ પોષણનાં પાંચ સૂત્રો અને સગર્ભાવસ્થાથી લઇને બાળકના ૨ વર્ષ સુધીના ૧૦૦૦ દિવસ વખતે લેવાની વિશેષ કાળજી બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને પોષક આહાર વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. મંત્રી શ્રી બચુભાઇ ખાબડે પોષણ સભા અગાઉ વાસીયા ડુંગરી વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઇ આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે બાળકોને નાસ્તો, ભોજન સમયસર આપવામાં આવે છે કે નહી તેની માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોની અન્નપ્રાસન વિધી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારના પાલક વાલીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વાનગી હરીફાઇ, બાળ તંન્દુરસ્તી હરીફાઇના વિજેતાઓને પણ ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કુપોષણને દૂર કરવા માટે ઉપસ્થિત સૌ કોઇ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. આ વેળાએ ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રદીપભાઇ મોહનીયા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. ગેલાત, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.એચ.સુથાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here