ધાનપુર પોલીસે લુટ અને ધાડના કુખ્યાત આરોપીને ચાડીયાના મેળામાંથી ઝડપી પડ્યો

0
726
 keyur parmar logo-newstok-272-150x53(1)
Keyur Parmar – Dahod Bureau
દાહોદ જીલ્લો બોર્ડર પર આવેલો જીલ્લો હોઈ વર્તમાન સમયમાં ચોરી અને લુંટના બનાવો બનતા હોઈ તેને ડામવા માટે તેમજ આવનારા હોળી અને ધુળેટીના તહેવારોમાં લોકો ફરીથી આવા ગુન્હાઓના ભોગ ના બને તે માટે દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામાની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક બલદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવામાંટે  ધાનપુર પો.સ.ઈ. બી. જી. રાવલ તથા સ્ટાફના માણસો બંદોબસ્તમાં હતા તે દરમિયાન બાતમીદાર થી બાતમી મળેલ કે ધાનપુર પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં ૬૩/૧૫ ના ગુન્હાનો નાસતોફરતો આરોપી પુનાભાઈ ઉર્ફે બુચો સબલા ગણવા હાલ રહેવાસી રૈયાવરણ મૂળ રહેવાસી કાટુ નો આ મેળામાં આવેલ હોવાનું જણાવતા તેને શોધી કાઢી તેની અટક કરી તેના રીમાંડ દરમિયાન જણાવેલ કે તે અગાઉ લીમખેડા, ધાનપુર અને ગોધરાના લુટ અને ચોરીના ગુન્હામાં પકડાયેલ હતો અને અન્ય 13 ચોરી અને લૂટના બનાવોમાં હજી અટક કરવાનો બાકી હોઈ તેની અટક કરી ધાનપુર પોલીસ દ્વારા વધુ ઊંડાણ પૂર્વક પૂછપરછ ચાલી રહી છે જેમાં હજી વધુ ગુન્હાઓના ભેદ ધાનપુર પોલીસ ઉકેલી શકે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here