ધોરાજીના પાટણવાવ પોલીસે ભાડેર ગામે મોટો જુગાર ઘામ પકડ્યો : અગીયાર શકુનીઓને ઝડપી પાડયાં

0
332

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

પાટણવાવ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ધોરાજી તાલુકાના ભાડેર ગામે મોટાં પાયે જુગાર ધામ ચાલતો હોય તેવી બાતમીના આધારે પાટણવાવ પોલીસ પીએસઆઇ બી.કે.ચાવડા તથા પોલીસ અધિકારી માલદેવભાઇ, પ્રદીપભાઇ, મનીષભાઈ, ધવલભાઈ, જયેશભાઈ, રાજદીપભાઈ તથા પોલીસ કાફલો ભાડેર ગામે અજીતસિંહ વાધેલાની વાડીએ સાંજના સમયે રેડ પાડતાં આમ 10 પુરુષો સાથે એક મહીલા સહિત 11 ને ભાડેરની સીમનાં મકાનમાં ચોપન હજાર આઠસો સિતેર રોકડા રુપિયા  અને બે કારની કિંમત રુપિયા આઠ લાખ તથા ચાર મોટરસાઈકલ એક લાખ કિંમત રુપિયા થઇને નવ લાખ ચોપન હજાર આઠસો સિત્તેર કુલ મુદ્દામાલ સાથે 11 શકુનીઓને ઝડપી પાડયાં હતાં ધોરાજી તાલુકાના ભાડેર  ગામની સિમના મકાન એવાં અજીતસિંહ વાધેલા ભાડેરની પોતાની સિમની વાડીના મકાનમાં જુગારીધામ ચલાવતાં હોયને પોતાનાં  અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને જુગાર રમાડવા સાધનો પુરાં પાડીને રાજકોટ, હડમતીયા, ભાડેર, ધોરાજી તાલુકા, ઉપલેટા તથા માંગરોળ તાલુકા આમ 11 અલગ અલગ ગામોમાંથી વ્યકિતઓને જુગાર રમતાં ભાડેર જુગાર ધામમાં રમવા આવતાં પકડ્યા હતાં.

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here