ધોરાજીના પ્રથમ એવા ધાણીકોઠા રોડ મઠના ડેલા પાસે આવેલ શ્રી શનીદેવ મંદિર ખાતે શની જયંતી મહોત્‍સવની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી

0
227

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI -DHORAJI

ધોરાજી શીવ ગ્રુપ દ્વારા ધાણીકોઠા રોડ મઠના ડેલા પાસે આવેલ શ્રી શનીદેવ મહારાજના મંદિર ખાતે શનીદેવ મહારાજની જન્‍મજયંતી મહોત્‍સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિતે દરેક સાધકને શનીદેવની ઉપાસના ફળે છે. ત્‍યારે ધોરાજીમાં ધામધુમ પુર્વક શનીદેવ મહારાજની જન્‍મ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ઘાણીકોઠા પર આવેલ શની દેવના મંદિરે વહેલી સવારે ધાર્મિક વીધી દ્વારા શની પુજન થયું હતું બાદ ભકતજનો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા બાદ સાંજે ૭ કલાકે મહાઆરતી યોજાઈ હતી અને બટુક ભોજન સાથે વિવિધ ધાર્મીક પ્રસંગો ઉજવવામાં આવ્યાં હતા આ તકે  ધોરાજી ની ધર્મપ્રેમી જનતાએ શનીદેવ મહારાજની જન્‍મ જયંતી મહોત્‍સવ પ્રસંગે દિપ દર્શન નો લાભ લેવા આજુબાજુ વિસ્તારોમાંથી ભક્તજનોનો ઘોડાપુર ઉમટી પડયો હતો શીવગ્રુપનાં કાર્યકર્તા તથા દાતાઓએ આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે સહયોગ અને મહેનત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here