રાજકોટ જિલ્લાનું ધોરાજી એટલે કે ગંદકીનું સામ્રાજ્ય. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના બણગા ફૂંકતી સરકારને તમાચો મારતી આ તસવીર ઘણું બધું કહી જાય છે. ધોરાજીના અનેક વિસ્તારો લોકો જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો નાખતા હોય છે. અને ત્યાં જમા થયેલો પ્લાસ્ટિકનો કચરો ભુખી ગાયોના પેટમાં જતો હોય છે. અને તે ગાયોનું બીમાર પડવાથી મૃત્યુ થઈ જાય છે. ત્યારે આવી જ એક તસવીર સામે આવી છે. ધોરાજીમાં લોકો દ્વારા1 કરવામાં આવતા કચરાના ઢગલાઓમાંથી અસહ્ય ભુખને કારણે ગાયો પ્લાસ્ટિકની કોથળીઓ ખાતા નજરે પડી હતી. ત્યારે આ ગાયમાતા સરકારી તંત્રને મુંગા મોઢે ઘણું બધું કહી જાય છે. ભારતના પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ માટેના અવિરત પ્રયાસો કરી સ્વચ્છતા અભિયાન માટે મહેનત કરે છે. જ્યારે ધોરાજીના અનેક વિસ્તારોમાં ગંદકીઓના ઢગલાઓ જોવા મળે છે જે કેટલે અંશે વ્યાજબી ગણાય? આમ તો પ્લાસ્ટિક પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ઘણા શહેરોમાં પ્લાસ્ટિક હજુ પણ વપરાય રહ્યું છે અને તંત્ર પ્લાસ્ટિકના વેચાણનો ખ્યાલ હોવા છતા પણ અમલ કરાવવામાં આંખ આડા કાન કરી રહ્યું છે. તો હવે જોવું રહ્યું કે પ્રજા અને તંત્ર ક્યારે જાગશે અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ ક્યારે મુકશેે.
HomeDhoraji - ધોરાજીધોરાજીમાં કચરાના ઢગલાઓમાંથી અસહ્ય ભુખને કારણે પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે ગાયો, તંત્રના...