ધોરાજીમાં ફુડ એન્ડ સેફ્ટી રાજકોટના અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું : અલગ અલગ ફુડના સેમ્પલ લેવામા આવ્યા

0
184

ધોરાજીના સ્ટેશનરોડ સ્થિત જલારામ બેકની દુકાનમા તેમજ ગૌતમ સ્વીટ માર્ટમા રાજકોટ ફુડ એન્ડ સેફ્ટીના અધીકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ. ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ ફુડના સેમ્પલ લેવામા આવ્યા. દુધની ડેરી બેકરી ફરસાણ અને રેસ્ટોરન્ટમાં  ચેકીંગ હાથ ધરાયુ હતુ તેમજ શહેરની ફેક્ટરીમાં પણ અધિકારીઓએ ચેકીંગ હાથ ધરેલ અને સેમ્પલ લીધેલ હતા ચેકીંગ દરમ્યાન ભેળસેળીયા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

PERSONA PLUZ

હાલ ઉનાળાની રૂતુની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ  અને વાસી ખાદ્ય પદાર્થો બજારમાંથી લોકોને વેપારી પધરાવી દેતા હોય છે જેને લઈને ફુડ પોઈઝનીંગના બનાવો બનતા હોય છે જેના તકેદારીના પગલા રુપે રાજકોટની ફુડ એન્ડ સેફ્ટીના અધીકારીઓએ ચેકીંગ હાથ ધરેલ હતુ અને ફુડના અલગ અલગ સેમ્પલોને સીલ કરી લઈ જવામા આવેલ હતા જેની લેબોરેટરીના પરીક્ષણ દરમ્યાન હકીકત બહાર આવશે એ બાબતની માહીતી અધીકારી ડી.આર. નાંઢાએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here