ધોરાજીમાં રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા અને સુરક્ષા સેતુ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે મહિલા સેમીનાર યોજાયો

0
281

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજી માં રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા અને સુરક્ષા સેતુ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે મહિલા સેમીનાર યોજાયો :
ધોરાજી ના જુનાગઢ રોડ સ્થિત બ્રમક્ષત્રીય વાડી ખાતે રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ જીલ્લા પોલીસ (રૂરલ)  ના સંયુક્ત ઉપક્રમે મહિલા સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટથી પધારેલા લોક વિગ્નાન કેન્દ્રના અધિકારીઓ એ ખાદ્ય પદાર્થો માં થતી ભેળસેળ  વિશે સમજુતી આપી અને લાઈવ ડેમોટ્રેશન કરી શુધ્ધ અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો નો તફાવત પ્રેક્ટિકલ રીતે સમજાવ્યાે હતો. તેમજ મહીલાઓ દ્વારા કરવામાં આવેલી પ્રષ્નોતરી મા ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો ને પ્રત્યક્ષ નીરીક્ષણ કરીને તેના વિશેના તફાવત બાબતના અધિકારીઓ એ ઉતર આપ્યા હતા.  અને સેમીનાર મા પધારેલી તમામ મહીલાઓને માહીતી માટે પુસ્તીકા અને ખાદ્ય પદાર્થોના પરીક્ષણ માટે ના કીટનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં  આવેલ હતુ. અને વિશેસમા  પ્રાંતઓફીસર જી.કે.રાઠોડે જણાવેલ કે ભેળસેળ થતી અટકાવવા બાબતે બહેનોએ વિશેસ જાગ્રુત થવુ પડશે અને કોઈ ખાદ્ય પદાર્થો મા શંકા ઉપજાવે તેવુ લાગે તો નગરપાલિકા ના ફુડ ઈન્સપેક્ટર અથવા તો મામલતદાર કચેરીએ આ બાબતની જાણ કરવી જેથી કરીને આવી પ્રવ્રુતીઓને રોકવા અને આવા તત્વો સામે પગલા ભરી શકાય. આ સેમીનારમા જેતપુરના ડી. વાય. એસ. પી.એસ.જી. પાટીલ, ધોરાજી પ્રાંત ઓફિસના ડેપ્યુટી કલેકટર જી. કે. રાઠાેડ, વેપારી મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા, જેતપુર પટેલ મહીલા કોલેજના પ્રિન્સિપાલ નયનાબહેન અંટાળા, કાર્યક્રમ ના મુખ્ય સંયોજક ગુણવંતભાઈ ઘોરડા, સંયોજક કિશોરભાઈ રાઠોડ, મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા,નિયામક લોકવિગ્નાન કેન્દ્ર રાજકોટ થી રમેશભાઈ ભાયાણી, હિંમતભાઈ લાબડીયા,  જયવંતભાઈ ચોવટીયા, ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here