રાહદારીઓ તેમજ જનતા સહિત વટેમાર્ગુઓને પાણીથી તરસ છીપાય તેવા શુભ આશયથી ધોરાજીના પ્રદિપભાઈ બારોટ, દિપકભાઈ વાજા અને દરગાહના સફિમીયા બાપુ એમ આ ત્રણેય દાતાશ્રીઓ દ્વારા ધોરાજીના દરબારગઢ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુમાં કાયમી ધોરણે પરબ બંધાવવામાં આવી હતી. આ પરબનું નામ હિંદુ-મુસ્લિમ એકતા દર્શાવવા રામરહીમ રાખવામાં આવ્યું છે. જે પરબનું ઉદ્દઘાટન ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એચ જોષીના વરદ્દ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધોરાજી શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને દાતાઓની સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.