ધોરાજીમાં વાગડીયા પરીવારની દિકરીના લગ્ન કંકોત્રીના રૂપે ચકલીનો માળો અને 700 થી 800 આયુર્વેદિક રોપાઓનું વિતરણ કરાયું

0
309
IMG-20170307-WA0015_crop_343x420
logo-newstok-272-150x53(1)
ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય મથક ધોરાજી ખાતે પંચશીલ સોસાયટી આદર્શ સ્કૂલ પાસે રહેતાં અને ઉદ્યોગકાર એવાં કિશોરભાઈ બચુભાઇ વાગડીયાના લાડકી દીકરી રેમીકાના તારીખ 21/05/2017 ને રવિવારના રોજ લગ્ન પ્રસંગ નિમિત્તે જનરલી આમંત્રણના રૂપ માં લોકો કાર્ડ કંકોત્રી આપતા હોઈએ છે.
img1494955390384-800x800જે લગ્ન પુરા થતા હોઈ પછી કાર્ડ કંકોત્રીનો કોઈ અર્થ રહેતો નથી અને મોંઘી કંકોત્રી છાપીને પરિવારજનોને વિતરણ કરતા હોઈ છે ત્યારે વાગડીયા પરીવારના અલગ અને અનેરો ચીલો કરવામાં આવેલ છે. જેમાં કાર્ડ કે લગ્નપત્રિકાના રૂપમાં ચકલીના માળાઓ અને અંદાજિત ૭૦૦ થી ૮૦૦ આયુર્વેદિક વૃક્ષનું વિતરણ પરિવારજનો દ્વારા કરવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે હાલમાં ચકલીઓ લુપ્ત થતી જાય છે. સગા વહાલાના ઘરે ચકલીના માળાના રૂપમાં કંકોત્રીના રૂપમાં માળા વિતરણ કરી લુપ્ત થતી ચકલી ને બચાવી શકાય તથા પર્યાવરણ ની જાણવણી માટે મદદ રૂપ વૃક્ષના રોપાનું પણ તમામ પરિવારજનોને વિતરણ કરેલ છે. આ નવા કોન્સેપટ અંગે લાડકવાયી દીકરી રેમિકાબેનને પૂછતાં તેને આ પરિવારજનોના આ કાર્ય ને બિરદાવ્યું હતું અને પરિવારજનોને આ કોન્સેપટ થી જાગૃતતા આવે અને તેના પરિવારજનોને ગર્વ છે. કંકોત્રીમાં છોડ માં રણછોડ, વૃક્ષ રોપણને સહયોગ કરો. વૃક્ષ ધરતીનું આભુષણ – દૂર કરે પ્રદુષણ, પ્રકૃતિનો ન કરો નાશ, ચાલો પ્રદુષણ ઘટાડીએ વૃક્ષએ દુનિયાના મહાન ઋષિ છે, ચકલીને આપણા એક પ્રયત્નથી અનેક ચકલી બચાવીએ, તેવું જણાવેલ હતું તથા રેમિકાબેનના પિતાએ એવું જણાવેલ કે આપણા વાડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્નનો બગાડ ન કરવો તે બાબતે લગ્ન વખતે અન્નનો બગાડ ન થાય એ બાબતે લગ્ન સમારંભ માં અન્નનો બગાડ ન થાય તેવા સ્લોગનો રાખવામાં આવશે તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને શુભ વિવાહમાં આમંત્રિત કરી તેનું સન્માન કરી અને આ લગ્ન સમારંભ માં આવનાર દરેક વડીલો નવદંપતી ને આર્શીવચન પાઠવશે તેમજ સૌભાગ્ય વતીના આર્શીવાદ નો વરસાદ વરસાદ વર્ષાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here