ધોરાજી પોસ્ટ ઓફિસ નજીકની ઘટના : ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં બાઈક સવાર ખાબકયો, બાઈક સવારનો ચમત્કારિક બચાવ

0
113

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજી પોસ્ટ ઓફિસ નજીકની ઘટનામાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં બાઈક સવાર ખાબકયો પરંતુ બાઈક સવારનો ચમત્કારીક રીતે આબાદ બચાવ થયો, આજુબાજુના એકઠા થયેલા લોકોએ બાઈક અને બાઈક સવારને ભૂગર્ભ ગટરના ખાડામાંથી બહાર કાઢાયો.
ધોરાજીમાં હાલ ત્રણ વર્ષથી ચાલતી ભૂગર્ભ ગટર તથા પાણીની પાઇપ લાઇનની કામગીરી ચાલતી હોય અને આમ જનતા માટે માથાનાં દુખાવા સમાન બની આ કામગીરી રોડ રસ્તા બિસ્માર ખાડાને લીધે નાનાં મોટાં અકસ્માત રોજીંદા થઈ ગયાં છે ત્યારે આજરોજ પોસ્ટ ઓફિસ રોડ પર એક ખાડામાં મોટરસાઈકલ સાથે બાઇક સવાર પણ ખાબકયો હતો જોરદાર અવાજ થતાં ત્યાના લોકોને આ ઘટનાંની જાણ થતાં આજુબાજુના લોકો એકઠાં થઈ ગયાં હતાં ને તાત્કાલીક ખાડામાંથી મોટરસાઈકલ તથા ચાલાકને બહાર કાઢ્યો હતો અને તાત્કાલીક એ બાઈક સવારને ઈજા પહોંચતા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો બાઈક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવાં મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here