નઢેલાવ ધૂલ મહુડી અને ધોળાદાતા વચ્ચે કરેણી નદી પર પાણીની નહેરનો  પુલ કોન્ટ્રાકટર દ્વારા તોડી પાડતા ખેડૂતો પિયત થી વંચિત

0
207
 Girish Parmar Jesawada
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા ના નઢેલાવ ધૂળ મહુડી ફળીયા  માઆવેલ તળાવનું પાણી નહેર મારફતે અભલોડ ધોળાદત  ગુંદી ફળીયા આંબલી ફાળીયામાં પસાર થઈ અભલોડ તળાવ મા જાય છે . ધૂળ મહુડી અને અને ધોળાદાતા ફળિયાના સીમાડા પર કરેણી નદી પર નહેરનો પુલ બનાવેલ હતો.  છેલ્લા છ માસથી કોન્ટ્રાકટર દ્વારા  નવો પુલ બનાવવાં માટે  જૂનો પુલ તોડી પાડવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બાજુમા સર્વિસ નહેર પણ બનાવેલ નથી છ માસ વીતી ગયા હજી પણ કામના ઠેકાણા નથી આથી ધોળાદાતા.ગુંદી ફળીયા ,આંબલી ફળીયાના ખેડૂતોઆ તળાવનું પાણી પિયત માટે આધાર રાખતા હતા. હાલની પરીસ્થિતિમાં  આ તમામ ફળીયાના ખેડૂતોને  પિયત માટે પાણી મળી શકેલ નથી  માટે ખેતી નો તમામ પાક નિષ્ફળ જાય તેમ છે માટે તમામ ફળીયાના ખેડુતોની  આ નહેરનો પુલ બનાવવાની કામગીરી વહેલામાં વહેલી તકે  શરૂ થાય તેવી લોક માંગ છે.
 નઢેલાવ ધૂલ મહુડી અને ધોળાદાતા વચ્ચે કરેણી નદી પર પાણીની નહેરનો  પુલ કોન્ટ્રાકટર દ્વારા તોડી પાડતા ખેડૂતો પિયત થી વંચિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here