નળસરોવર, ઇંટોના ભઠ્ઠા, કન્સ્ટ્રક્શન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં મોબાઇલ ટીમ દ્વારા પોલીયો રસીકરણ કરાયુ

0
214

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

વિરમગામ તાલુકામાં પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે પોલીયો બુથ પર રસી પીવાથી વંચીત રહી ગયેલા બાળકોને આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા બીજા તથા ત્રીજા દિવસે  હાઉસ ટુ હાઉસ કામગીરી કરીને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. નળ સરોવરના બેટ, ઇંટોના ભઠ્ઠાઓ, કન્સ્ટ્રક્શન સાઇટ, ખેતરો જેવા અંતરીયાળ તથા દુર્ગમ વિસ્તારોમાં મોબાઇલ ટીમ દ્વારા બાળકોને પોલીયો વિરોધી રસી પીવડાવીને રક્ષીત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા પોલીયોની હાઉસ ટુ હાઉસ કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, તાલુકા આઇ.ઇ.સી ઓફિસર એસ.એલ.ભગોરા, ફિહેસુ ગૌરીબેન મકવાણા, મપહેસુ કે એમ મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીઓ, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

PERSONA PLUZ

વિરમગામ તાલુકામાં તાલુકા ટીમ દ્વારા પોલીયોની કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરાયુ. આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે ફરીને બાળકોને પોલીયોની રસી પીવડાવી

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના બીજા દિવસે હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે પોલીયો બુથ પર પોલીયોની રસી ન પીધી હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકો શોધવામાં આવ્યા હતા અને આ બાળકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે જઇને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નેશનલ હાઇવે જેવા સ્થળો પર ટ્રાન્ઝીટ બુથ ઉભા કરીને મુસાફરી કરી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૩૦ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here