નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં વેકરીયા ગામની હદમાંથી વિદેશી પક્ષીઓના શિકારની 5 થી વઘુ જાળી અને 3 બિનવારસી બોટ ઝડપાઈ.

0
396
 piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
પીયૂષ ગજ્જર – વિરમગામ 
નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં વેકરીયા ગામની હદમાંથી વિદેશી પક્ષીઓના શિકારની 5 થી વઘુ જાળી અને 3 બિનવારસી બોટ ઝડપાઈ.

અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષીઅભ્યારણ્ય નળ સરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળ સરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બર થી માર્ચ મહીના દરમિયાન મહેમાન બને છે. નળસરોવર એ 120.08 કીમી. ના છીછરા પાણીમાં પથરાયેલું છે. જે પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે. 250 થી વઘુ પ્રજાતિઓના દેશી – વિદેશી પક્ષીઓ અહીં આવે છે.
ત્યારે બીજી બાજુ અસામાજીક શિકારી તત્વો પણ આ સમય દરમિયાન વિદેશી પક્ષીઓ ને પોતાની શિકારની જાળ ફસાવીને મોતને ઘાટ ઉતારતા હોય છે. જેના માટે વહેલી સવારે અને મોડી સાંજે શિકારીઓ પક્ષીઓ શિકાર માટે નીકળતા હોય છે.
ત્યારે પ્રાપ્ત થતી માહીતી મુજબ બુધવારના રોજ નળ સરોવરની વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન નળ સરોવરના વેકરીયા ગામની હદ પાસે  શિકારીઓની બીનવારસી 3 બોટ મળી આવી છે. સાથે શિકાર માટે વપરાયેલી 5થી વધુ નેટ (જાળી), 20 થી વઘુ વાંસ વગેરે કબજે કરેલ છે. નળ સરોવર ખાતેના ડી.એફ.ઓ. આર.જી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે નળ સરોવરના વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વેકરીયા ગામ પાસેની હદ માંથી બીનવારશી હાલત માં 3 બોટ સહિત 5 થી વઘુ શિકાર ની નેટ અને 20 થી વધુ વાંસ મળી આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here