નવસારી ખાતે દેશમાં સૌથી મોટો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ

0
617

keyur-rathod-navsari

logo-newstok-272-150x53(1)KEYUR RATHOD NAVSARI

તારીખ-૧૭/૦૯/૨૦૧૬ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે તેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેન્દ્ર – રાજ્યના મંત્રીઓ પણ હાજરી આપશે. તેવી માહિતી નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ દેશમાં સૌથી મોટી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ નવસારી ખાતે યોજાશે કાર્યક્રમ સંદર્ભે નવસારી કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ અધિક્ષક એમ .એસ. ભરાડાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

કલેકટર રવિકુમાર અરોરાએ જણાવ્યુ હતું કે નવસારી ખાતે ૧૦ હજારથી વધુ દિવ્યાંગોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ દિવ્યાંગોને રૂપિયા સાડા સાત કરોડથી વધુના ખર્ચે કિટ્સ વિતરણ થશે. જેમાં સેન્સર સ્ટિક, સ્માર્ટફોન, વ્હીલચેર, સીવીચેર,એમ.આર.કિટ્સ વગેરે ૧૫ હજારથી વધુ કિટ્સ વિતરણ થશે. માનસિક દિવ્યાંગોને લેપટોપ પણ આપવામાં આવશે. આર્થિક સાધહરતા માટે બેંકલોન સહાયનું પણ વિતરણ કરવામાં આવશે. દેશનો સૌથી મોટો આ દિવ્યાંગ કેમ્પ છે.

આ દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેન્દ્ર – રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

સુગમ્ય ભારત–સશક્ત ભારતના પ્રણેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “આવો મિલકર સાથ ચલે. . . ” વિચારધારા સાથે દેશના દિવ્યાંગોને મુખ્યધારમાં જોડવાના અભિયાનનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નવસારી કલેક્ટર રવિ કુમાર અરોરા દ્વારા જણાવ્યુ છે.HONDA NAVI

સુગમ્ય ભારત અભિયાન હેઠળ નવસારીના પ્રયાસ થકી દેશને એક નવી ઓળખ મળશે એવું કલેક્ટર રવિ કુમાર અરોરાએ જણાવી ઉમેર્યું હતું કે નવસારી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે. ભારત સરકારના ન્યાય અને અધિકારિતા દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા કાર્યક્રમનુ આયોજન થયું છે. દિવ્યાંગો સ્વનિર્ભર બનીને સમ્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે સંવેદના સાથે ભારત સરકાર, ગુજરાત સરકાર અને નવસારી વહીવટીતંત્ર દ્વારા નાનકડા નવસારી જીલ્લે દિવ્યાંગો પ્રત્યેની ભાવના ઉજાગર કરવામાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

નવસારી કલેક્ટર રવિકુમાર અરોરાના નેતૃત્વ હેઠળ નવસારી ખાતે યોજવામાં આવેલ ડિયાંગ એસેસમેન્ટ કેમ્પમાં નવસારી, વલસાડ, ડાંગ અને સુરત, તાપી, ભુજ, સુરેન્દ્રનગર,અમરેલી સહિતના જિલ્લાના દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગોને મુખ્યધારમાં જોડવાનો છે. દિવ્યાંગોને પ્રમાણપત્ર સાથે તેમને જરૂરિયાત મુજબ સાધન – સહાય પાત્રતા મુજાવ મળે તે રહ્યો છે. દિવ્યાંગો માટે લોકોમાં જાગૃતિ આવે, તેમના પ્રત્યે સંવેદનશીલતામાં વધારો થાય એવો અને દરેક સેવાઓ સુગમ્ય બને તે માટે વહીવટીતંત્રનો પ્રયાસ રહ્યો છે.

દિવ્યાંગો પ્રત્યેની સંવેદના પ્રગટી રહી છે. વકીલ એસોસિએશન, રિયલ એસ્ટેટ દ્વારા પણ દિવ્યાંગોની સેવા માટે ભાગીદારીની તત્પરતા દર્શાવી છે. ગુજરાત ડોક્ટર એસોસિએશન સાથે પણ દિવ્યાંગોને વિનામુલ્યે સેવા મળી રહે તે માટે ચર્ચાઓ થઈ રહી છે. જેનાથી દિવ્યાંગને સકારાત્મક પ્રેરણા મળશે.

દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ માટે ડિઝાસ્ટર શાખા, જૂનાથાણા, નવસારી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેનો નંબર 02637–259401 અને 02637–233002 છે. જેના પરથી પણ દિવ્યાંગોને માહિતી મળશે.

નવસારી જિલ્લા વિકાસ અધિકારી તુષારે તંત્ર દ્વારા દિવ્યાંગોને કાર્યક્રમ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે મારે સુચારૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું જનવ્યું હતું. ભારત સરકારની સંસ્થા એલિમ્કોં સાથે પ્લાન તૈયાર કર્યો છે. ૮૦૦ જેટલા એનએસએસ અને ૨૦૦ એનસીસી કેડેટ સેવાઓ આપશે. આ ઉપરાંત ૪૦૦ સુપરવાઈઝરો સહિત અધિકારીઓને ફરજો બજાવશે. દિવ્યાંગોની કિટ્સ પ્રમાણે સેક્ટરો બનાવવામાં આવ્યા છે. જેથી સરળતાથી વીતરણ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here