પંચમહાલ જિલ્લાના ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ શાંતિલાલભાઈએ તપાસ કરતાં અકસ્માત મોત નંબર 21/2018 C.R.P.C. કલમ ૧૭૪ મુજબ એક અજાણ્યા પુરૂષના ડેરોલ રેલવે સ્ટેશન નજીક કી.મી નંબરઃ 446/17 પાસે અપ રેલ્વે લાઈન ઉપર કોઈક ટ્રેનમાંથી પડી જવાથી ઇજાઓ થતા મરણ ગયેલ છે. તે વ્યક્તિ મજબૂત બાંધાનો, રંગે ઘઉંવર્ણ, શરીર પર કાળા રંગની ટી શર્ટ પેન્ટ પહેરેલ છે તથા કાળો હાફ ચડ્ડો પહેરેલ છે. તે તા 26/06/2018 મંગળવારના રોજ સવારના અંદાજે નવ વાગ્યા પહેલા કોઈ ટ્રેનમાંથી પડી જવાથી હાથે અને પગે ગંભીર ઇજાઓ થતા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલ છે તે બાબતનો ગોધરા રેલવે સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર શાંતીલાલભાઈએ અકસ્માત મોતનું નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
