[embedyt] https://www.youtube.com/watch?v=boCJLD7Nc8U[/embedyt]
એક તરફ દેશમાં કોરોના વાઈરસ (COVID – 19) નો ભય ફેલાયેલો છે ત્યારે પંચમહાલ રેન્જ DIG એમ.એસ.ભરડાની ટીમ જેમાં પંચમહાલ પોલીસ અધિક્ષક, દાહોદ પોલીસ અધિક્ષક અને મહીસાગર પોલીસ અધિક્ષક અને તેમની સમગ્ર ટીમ કે જેેેઓએ આ મહામારીમાં પણ રાત દિવસ દેખ્યા વગર અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે. તેઓએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર ચુસ્ત રીતે સીલ કરી રાત-દિવસ જોયા વગર અડીખમ ઉભા રહી આપણા ગુજરાતની રક્ષા કરી રહ્યા છે. તો તેમની આ લડાઈમાં સાથે રહી તેઓને સાથ સહકાર આપી આપણે સૌ પણ સ્વયં શિસ્ત જાળવી કોરોના મહામારીને મહાત કરીએ.
પરિસ્થિતિ વિકટ છે, આપણું હથિયાર આપણી ધીરજ છે. જો કોરોના સામે ફેલડાઉન ન થવું હોય તો લોકડાઉનનો ધીરજ પૂર્વક અમલ કરીએ. તમારી નાની એવી બેદરકારી તમારું, તમારા પરિવારનું અને તમારી સાથે સંકળાયેલ તમામ લોકોનું આરોગ્ય જોખમમાં મૂકી શકે છે. જેની પૂરતી તકેદારી રાખવા NewsTok24 ની ટીમ વતી નમ્ર વિનંતી છે.
જાહેરનામા મુજબ જાહેરમાં યોગ્ય કરણ વગર બહાર નિકાળનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. અને આ કાર્યવાહી પણ હાલમાં શરૂ છે. જેથી સરકારની ગાઈડ લાઈન મુજબ લોકડાઉનનું અસરકરાક રીતે પાલન કરે અને બહાર કોઈ કામ અર્થે નીકળે તો મોઢા ઉપર માસ્ક પહેરીને જ નીકળે.