પદ્મભૂષણ જૈનાચાર્યા રત્ન સુંદરસુરીશ્વર જી . મ . સાહેબ અર્જુને શ્રી કૃષ્ણને એક જ વાત કરી ” કરિષ્યે વચનં તવ: “

0
432

 

પદ્મભૂષણ જૈનાચાર્યા રત્ન સુંદરસુરીશ્વર જી . મ . સાહેબ
અર્જુને શ્રી કૃષ્ણને એક જ વાત કરી
” કરિષ્યે વચનં તવ: “

This News is SPONSERED By —  RAHUL MOTORS

દાહોદ ની ધન્યધારા ઉપર પદ્મભૂષણથી ભૂષિત આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી.મ.સાહેબે અર્જુન ના વિજય નું રહસ્ય એ વિષય પર પ્રવચન આપતા કહ્યું કે પરમાત્મા પાસે થી કઈક મેળવવું છે કે પરમાત્મા ને મેળવવા છે. અર્જુને ખુદ શ્રીકૃષ્ણ ને માંગી લીધા જ્યારે દુર્યોધને શ્રી કૃષ્ણ ની સેના માંગી લીધી..આ સમાચાર જયારે અવસ્થામાં ને મળ્યા ત્યારે દુર્યોધનને એટલું જ કહ્યું અર્જુને આખો પવાર હાઉસ માંગી લીધો અને તે ગ્લુપ માંગી લીધો.. તારી હાર નિશ્ચિત છે.
શ્રીકૃષ્ણે અર્જુને એટલું જ કહ્યું સર્વ ધર્માંન પરિત્યજ્ય માં એક શરણમ મમ:

એક બાજુ આખી દુનિયા છે,, અને બીજી બાજુ પરમાત્મા છે, તમે કોને માંગો ? અર્જુને શસ્ત્ર વગરના શ્રીકૃષ્ણ ને માંગી લીધા.છતાં અર્જુન જીતી લીધા. અર્જુને શ્રીકૃષ્ણ ને કહ્યું ” કરિષ્યે વચનં તવ ” હવે તમે જેમ કહેશો એમ કરીશ.
૫૦ -૬૦ વર્ષ ની તમારી જિંદગી માં તમે એક વ્યક્તિ એવી ઉભી કરી છે જેને તમે કહી શકો “કરિષ્યે વચનં તવ “……
મેં મારા ગુરુ દેવશ્રી ને કીધું હતું કે “કરિષ્યે વચનં તવ ” તો આજે તમારી સમક્ષ ખુમારી થી બોલી શકું છું, પથ્થરે શિલ્પને કહી દીધું ..”કરિષ્યે વચનં તવ ” તો આજે હજારો લોકોને પૂજ્ય એવા પરમાત્મા બની ગયા …ગુરુદેવે પોતાનું જ દ્રષ્ટાંત આપતા કહ્યું કે આજથી ૩૮ વર્ષ પહેલાં જ્યારે મેં પહેલું પુસ્તક પણ નહોતું લખ્યું ત્યારે મારા ગુરુદેવે મને કહ્યું હતું ” રત્નસુંદર તને મારા વચન પર શ્રધ્ધા નથી ? મેં તરત કહ્યું ગુરુદેવ મને આશીર્વાદ આપો અને વાસક્ષેપ કરો . ત્યાર થી પુસ્તક લખવાનું શરૂ કર્યું અને આજે ૩૨૮ ગુજરાતી પુસ્તક સુધી પહોંચી ગયો… આખી સભા એ આ વાત ને તળિયોના ગડગડાટ થી વધાવી લીધી હતી.
હાજરો લાખો પોથી આજે પણ ગુજરાતી ભાષામાં દરેક દેશોમાં જઈ રહી છે.

તા. ૧૫/૦૫ /૨૦૧૮ મંગળવાર ના ” મારી સમસ્યા ” એ વિષય પર પ્રવચન ફરમાવશે.
સ્થળ:- પ્રસંગ પાર્ટી પ્લોટ,
ગોવિંદ નગર રોડ,
દાહોદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here