પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ વિષય :- મારી સમસ્યા

0
188

 

જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબવિષય :- મારી સમસ્યા :

This News Is SPONSERED BY 

RAHUL MOTORS

દાહોદ ની ધન્યધારા ઉપર પરમ પૂજ્ય રાજપ્રતિબોધક આચાર્ય દેવ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે ” મારી સમસ્યા ” વિષય પર પ્રવચન આપતા કહ્યું કે સંસાર માં કોઈ સમસ્યા નું સમાધાન નથી… ૪ સમસ્યા પૂરી થાય ત્યાં બીજી ૩ સમસ્યા ઉભી થાય… આ જગત માં ૪ પ્રકાર ની સમસ્યા છે. મારે તમને એના સમાધાન બતાવવા છે.


(૧ ) મારી પાસે જોઈએ એના કરતાં પૈસા ઓછા છે.
જીવન માં મારે ખર્ચ ઓછો કરી દેવો છે તે સમાધાન છે.
( ૨ ) મારુ પુણ્ય ઓછું છે એ મારી સમસ્યા છે
લેટ ગો નેચર ( સ્વભાવ ) બનાવી દઉ એ સમાધાન છે
( ૩ ) બીજા તરફ થી મને પ્રેમ ઓછો મળે છે એ મારી સમસ્યા છે.
હું બીજા ને પ્રેમ કરતો રહું ,આપતો જ રહું એ સમાધાન છે.
( ૪ ) મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે ભાવ ઓછો છે એ મારી સમસ્યા છે
શ્રધ્ધા ની માનસિકતા હું વધારતો જ રહું એ સમાધાન છે.
હું કોઈ ને પ્રેમ કરું છુ, સામે કોઈ પ્રતિભાવ ન આપે તો પણ મારે પ્રેમ કરતા જ રહેવું છે. પ્રભુ શ્રી મહાવીરે સર્પ પ્રેત્યે પ્રેમ ટકાવી રાખીયો.. એને ભલે ડંખ માર્યો….
પુણ્ય મારુ ઓછું પડે ત્યારેએક જ ધ્યાન રાખો
પકડો, મત જનેદો એ સંસાર છે
પકડોમત, જાને દો એ પ્રભુનું શાસન છે
તમે રાગને પ્રેમ શબ્દ આપી દીધો છે, નીચે લઈ જાય તે રાગ છે ઉપર લઈ જાય તે પ્રેમ છે
* ખર્ચ ઓછો કરી દેવો એ પૈસા ઓછા છે એ સમસ્યા નું સમાધાન છે
* લેટ ગો નેચર એ પુણ્ય ની સમસ્યા નું સમાધાન છે
* મારે પ્રેમ વધારતા રહેવું છે એ પ્રેમ ઓછો મળી રહયો છે એનું સમાધાન છે
* મારે પ્રભુ પ્રત્યે શ્રધ્ધા વધારતા રહેવું એ પ્રભુ પ્રત્યે ભાવ ઓછો છે એનું સમાધાન છે.

ગુરુજી નું પ્રવચન આવતીકાલે 16.5.18 ના રોજ.              — માનવ….! તું રાવણ તું રામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here