પરશુરામ બ્રહ્મ સમાજ ગરબાડા દ્વારા “આપ” ની મહિલા નેતા વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.

0
861

Priyank-new-Passport-Pic-258x300(1)

 Priyank chauhan garbada 

        બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ જાહેરમાં અપમાનજનક અભદ્ર ભાષામાં અપશબ્દોનો પ્રયોગ કરી બ્રાહ્મણ સમાજની લાગણી દુભાવનાર “આમ આદમી પાર્ટી” ની મહિલા નેતા સંગીતા ચાંડયા વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા પરશુરામ બ્રહ્મ સમાજ ગરબાડા દ્વારા આજ તારીખ.૧૫/૦૭/૨૦૧૬ રોજ ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

        પરશુરામ બ્રહ્મ સમાજ ગરબાડા દ્વારા ગરબાડા મામલતદારને આપેલ આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, તારીખ.૧૩/૦૭/૨૦૧૬ ના રોજ ગીર સોમનાથ જિલ્લાના “આપ પાર્ટી” ના મહિલા આગેવાન સંગીતા ચાંડયાએ જી.ટી.પી.એલ. ગુજરાતી સમાચારની ચેનલ ઉપર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં અપશબ્દો કહી સમસ્ત બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવા પ્રવચન આપી સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોચાડેલ છે.

        વધુમાં આવેદન પત્રના જણાવ્યુ હતું કે, બ્રહ્મ સમાજ ક્યારેય પણ જ્ઞાતિવાદના દુષ્ટ રાજકારણમાં માનતું નથી અને આ કૃત્યની ઘોર નિંદા કરે છે તથા આ બહેન સામે કાયદેસરના પગલાં લેવા માટે ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપીએ છીએ. તેમ આવેદન પત્રમાં જણાવ્યુ હતું. 

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here