પાણીની વિકટ સમસ્યાની સમીક્ષા માટે દાહોદની મુલાકાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા

0
217
દાહોદ જિલ્લામાં પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા હોઇ દાહોદ જિલ્લામાં ગરીબ ખેડૂતો અને આદિવાસીઓને અંતરિયાળ ગામોમાં ખેતી માટે અને પીવાનું પાણી તેમજ પશુધન માટે ઘાસચારો મળે તે માટે દાહોદના રેટિયા – ડોકી ગામે કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉપસ્થિત રહી પાણીની સમસ્યાની સ્થિતિ અંગે સમીક્ષા કરી અને લોકોની પરિસ્થિતિ સમજી હવે ત્યારબાદ રાજ્ય સરકારને આ સમસ્યાનો અંત લાવવા કરશે રજુઆત.
દાહોદનું આ રેટિયા – ડોકિ ગામ દાહોદ થી 12 કિ.મિ દૂર આવેલ આ ગામમાં લોકોની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ગ્રામજનોને 3 કી.મી દૂરથી પીવાનું અને વાપરવાનું પાણી બેડાઓ ભરીને મહિલાઓને લાવવું પડે છે. અને તે પણ નદીના કોતરમાથી ખાબોચિયાઓમાંથી આ પાણી ભરવામાં આવે છે. ખરેખર સ્થિતિ ખુબજ દયનીય છે. બે ઘડા પીવાના પાણી માટે આ સ્થિતિ હોય તે અત્યંત દુઃખની બાબત છે. સરકાર જો મોટી મોટી યોજનાઓની વાતો કરતી હોય અને બણગા ફુક્તિ હોય તો તે ખોટુ છે. આવી પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુ તો લોકોને મલવી જ જોઈએ.
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રેટિયા – ડોકિ ગામે આવીને પહેલા ગામમાં ઉતરતાની સાથે ગ્રામીણ બહેનોને મળી તેઓની પાણીની સમસ્યા વિશે વિસ્તૃત માહિતી લીધી અને આ માહિતીમાં બહેનોએ રજુઆત કરી કે અહીં નજીકમાં થઈ અને કડાણાની લાઇન જાય છે એમાંથી અમારા ગામને પીવાનું અને સિંચાઈનું પાણી મળી  તેમ છતાં કોઈ સરકાર આ કામ કરતી નથી તેવી રજુઆત કરી હતી. : નીરુબેન રૂપસીંગભાઇ બિલવાળ – રેંટિયા ગામની મહિલા

આ ગામ અને આસપાસના 300 જેટલા ગ્રામજનોએ આ સભામાં હાજર કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય દાહોદ વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારીયા ધારાસભ્ય ગરબાડા, બાબુભાઇ કટારા, પ્રભાબેન તાવીયાડ તેમજ કૉંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં રજૂઆતો કરી સરકાર સુધી પહોંચાડી અને તેને હલ કરવા માટે જણાવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગી નેતાઓએ મળી અને ગ્રામીણ મહિલાઓ સાથે ખેતરોમાં જઈ અને હેન્ડ પંપ, કૂવા અને તળાવો તેમજ ચેકડેમોની સ્થીતીનું નિરીક્ષણ કર્યું હતું અને જોયું હતું કે કેવી રીતે મહિલાઓ બે બેડા પાણી માટે કોતરોમાં જાય અને એક નાના અમથા ખાડામાંથી વારાફરથી ઘડાઓ ભરી અને પાણી પોતાના ઘરથી ત્રણ કિલોમીટર દૂર લેવું આવે છે. અને આ તો સમસ્યા લોકોની છે પરંતુ પશુધન માટે તેઓને મહિને પાણીના ટેન્કરો નાખવા પડે છે અને હજારો રૂપિયા ખર્ચવા પડે છે.

નોંધ — અમિત ચાવડાએ કહ્યું હતું કે જો સરકાર એમાં ઘટતું નહિ કરે તો આવનાર દિવસોમાં હમે ઉગ્ર આંદોલન કરીશું અને લોકોના હિતો માટે સરકાર સામે લડીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here