પોલીસ દ્વારા સાણંદના ઉપરદળ ખેડુતોની રેલીનુ કવરેજ કરવાં ગયેલાં મીડીયા કર્મચારીઓના કેમેરા ઝૂંટવી માર મારવાની ઘટનાને વખોડીને ભારતીય પત્રકાર સંઘ દ્વારા વિરમગામ અને સાણંદના એમ બંને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

0
317

piyush-gajjar-viramgamlogo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM

          ગત તારીખ 14મી ફેબ્રુઆરી 2017ના મંગળવારના રોજ સાણંદના ઉપરદળ ગામથી ખેડુતોએ નળકાંઠાના ગામોમાં સિંચાઈના પાણી આપવા બાબતે એક ટ્રેક્ટર રેલી યોજી ગાંઘીનગર સુઘી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સાણંદ, વિરમગામ અને અમદાવાદથી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાના કર્મચારીઓ રેલીનું કવરેજ કરવા આવેલ જેમણે પોલીસ દ્વારા કવરેજ કરતાં રોકી તેમના કેમેરા ઝૂંટવી નુકશાન પહોંચાડી પત્રકારોને લાકડી વડે માર મારતાં સાણંદના પ્રેસ ફોટોગ્રાફર અભિષેક મકવાણાને માથાં અને કમરના ભાગે માર મારવામા આવતા સારવાર માટે સાણંદની જનતા હોસ્પિટલમાં દાખલ કરવમાં આવેલ છે.
          આ સમગ્ર ઘટનાનો પત્રકાર જગત મા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને આ સમગ્ર ઘટનાને પત્રકારોએ સખત શબ્દોમા વખોડી કાઢ્યો છે અને ભારતીય પત્રકારસંઘ વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાના સ્થાનીક પત્રકારોએ ભેગા મળીને વિરમગામના નાયબ કલેક્ટર અને સાણંદના નાયબ કલેક્ટર હર્ષવર્ધન સોલંકીને આ બનાવ અંગે તેમજ સાણંદ પોલીસ અઘિકારી સામે કડક પગલા ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here