પ્રધાનમંત્રીના દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરતા રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયા

0
29

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદના ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ આજે કાર્યક્રમ સ્થળના સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ કાર્યક્રમ સ્થળ, હેલીપેડ સ્થળની વ્યવસ્થા, પાર્કિગ સહિત ઉપસ્થિત રહેનાર જનમેદની સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે પંચમહાલ રેન્જ આઇ.જી. એમ.એસ. ભરાડા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાને જરૂરી સૂચનાઓ આપી હતી. એસપી મીણાએ કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગેની માહિતી આપી હતી. તેમજ સભાખંડ, ટ્રાફિક, પાર્કિગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતે માહીતી આપી હતી.

રાજ્યના પોલીસ મહાનિદેશક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીપેડ સહિતના સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) નરસિમ્હા કોમાર, આઇજી (સીઆઈડી ક્રાઇમ) સુભાષ ત્રિવેદી, એ.એસ.પી વિજયસિંહ તેમજ એ.એસ.પી સિદ્ધાર્થ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here