પ્રધાનમંત્રી આવાસ યોજના સાકાર કરી રહી છે ગરીબ મધ્યમ વર્ગનું પોતાના ઘરનું સ્વપ્ન, દાહોદ જિલ્લાના ૪૦ હજારથી પણ વધુ લોકોએ બનાવ્યું પોતાનું ઘર

0
112

અમે આર્થિક રીતે એટલા સદ્ધર ન હતા કે ઘર બનાવી શકીએ પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારની સહાય મળતાં અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. આનંદની લાગણી સાથે પોતાનું ઘર બનાવી શક્યાની ખૂશી વ્યકત કરતાં રાજુભાઇ હરીજનના આ શબ્દો છે. તેઓ ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામના વતની છે. તેઓ ઘણા સમયથી પોતાનું ઘર બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ બચત થઇ શકતી ન હોઈ તેઓ પોતાનું ઘર બનાવી શકતા ન હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને સહાય મળતાં તેઓ પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરી શક્યા છીએ.

પોતાનું મકાન હોય તેવું દરેક ગરીબ મધ્યમવર્ગી પરિવારનું સ્વપ્ન હોય છે પરંતુ ઓછી આવક અને બચતના અભાવને કારણે તે કદી સાકાર થઇ શકતું ન હોતું પરંતુ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી દરેક પરીવાર પાસે વર્ષ ૨૦૨૨ સુધીમાં પોતાનું ઘર હોય તેવું સ્વપ્ન સેવ્યું છે. અને લાખો ગરીબ પરીવારો પોતાના ઘરનું ઘર મેળવી રહ્યા છે. દાહોદ જિલ્લાના ૪૦૯૯૮ લાભાર્થીઓએ પોતાનું ઘરનું સ્વપ્ન સરકારની સહાયથી સાકાર કર્યું છે. ફક્ત ફતેપુરા તાલુકામાં જ આ યોજના હેઠળ ૪૮૯૯ લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં ૬૭૨૩, દેવગઢ બારીયામાં ૩૪૮૮, ધાનપુરમાં ૪૫૮૭, ગરબાડામાં ૫૭૩૨, ઝાલોદમાં ૩૭૫૭, લીમખેડામાં ૪૫૫૬, સંજેલીમાં ૩૪૨૪ અને સીંગવડમાં ૩૮૩૨ નાગરીકોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઇ પોતાનું ઘર બનાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here