ALPESH TRIVEDI – DHORAJI
ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજી ખાતે સવારનાં રોજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત વસ્તી ગણતરીમાં નોંધાયેલા ગરીબ કુટુંબોને ડીપોઝીટ ફ્રી ગેસ કનેક્શન અપાયાં હતાં. પ્રધાન મંત્રી ઉજજવલા યોજના હેઠળ અને મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરી તેમજ ડેપ્યુટી કલેકટર કચેરીનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં ૨૦૦૦ થી વધુ લાભાર્થીઓને ગેસ કનેક્શન કીટની વિતરણ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા મામલતદાર બી.વી.બકુત્રા, નગરપાલિકા પ્રમુખ કે.પી. માવાણી તથા ડેપ્યુટી કલેકટર ગોવિંદસિંહ રાઠોડ તથા અન્ય અધિકારીઓ દ્વારા ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
