પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી

0
318

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

સગર્ભાવસ્થા દરમ્યાન લોહતત્વ, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય તેવો ખોરાક આરોગવો જોઇએ
વિરમગામ તાલુકાના કરકથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસે આરોગ્ય સંસ્થાઓ ખાતે પુર્વ પ્રસૃતિ તપાસ, નિદાન સેવાઓ, જોખમી માતાઓની ઓળખ અને સારવાર આપવાના કાર્યક્રમ અનુસાર સગર્ભા બહેનોની આરોગ્ય શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના મેડિકલ ઓફિસર ડો.ધનશ્રી ઝવેરી દ્વારા સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, દિપાલી મુખીયાજી, નિશા ઠાકર, જી.પી.વાળંદ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના મેડિકલ ઓફિસર ડો.ધનશ્રી ઝવેરીએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની માહીતી આપીને જણાવ્યુ હતુ કે, સગર્ભા બહેનોએ સગર્ભાવસ્થા દરમ્યાન ડોક્ટર પાસે ઓછામાં ઓછી ૪ તપાસ કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન સોનોગ્રાફિ તપાસ સહિત વજન, ઉંચાઇ, બ્લડ પ્રેશર, બ્લડ ગૃપ, ડાયાબીટીશ, યુરીન, એચ.આઇ.વી. ની તપાસ કરાવવી જોઇએ અને દવાખાનામાં જ સુવાવડ કરાવવી જોઇએ.

તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગૌરીબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે, સગર્ભાવસ્થા દરમ્યાન પોષ્ટિક ખોરાક કે જે લોહતત્વ, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય તેવો ખોરાક આરોગવો જોઇએ. સગર્ભા માતાએ લીલા પાંદડા વાળા શાકભાજી જેવાં કે પાલક અને સરસવ, દાળ (કઠોળ), દૂધ, ગોળ વગેરે પુરતી માત્રામાં ખાવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here