પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડીના ગેસ સિલિન્ડરોના ચોરને સંજેલી પોલીસે ઝડપી લીધો

0
538

 

સંજેલી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.બી.સી.ચૌહાણ, રાજેન્દ્ર મુનિયા, જયદીપ પાટિલ, પિયુષભાઈ તથા પોલીસ સ્ટાફ સંજેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલ કુંડા ખાતે થી શકમંદ હિલચાલ કરતાં ૨૭ વર્ષના એક યુવાનને પોલીસે આબાદ ઝડપી લેતા સમગ્ર સંજેલી તથા ઝાલોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન માટે વપરાતા ઇન્ડિયન ગેસ તથા કોમ્પ્યુટરો ની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે તારીખ ૮મી ના રોજ સંજેલી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં ફરતા હતા ત્યારે કુંડા ગામે શંકાસ્પદ હાલતમાં પકડાયેલા ૨૭ વર્ષીય યુવાનની અટકાયત કરી તેની તપાસ હાથ ધરતા આ યુવાન ઘનશ્યામ સોમસિંહ હઠીલા લીમડી ગામના રામનગર સોસાયટીમાં મકાન નંબર 4 નો રહેવાસી છે તેની પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી ત્યારે દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી કોમ્પ્યુટરો અને આંગણવાડીઓના ઇન્ડિયન ગેસ સિલિન્ડરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.  તે મુજબ (૧) ભામણ ગેસ બોટલો નંગ-૨ (૨) પ્રતાપપુરા ગેસ બોટલો નંગ-૧ (૩) મોલી ગેસ બોટલો નંગ-૧ (૪) મોટા કાળિયા ગેસ બોટલો નંગ-૨ (૫) લીમડી ગેસ બોટલો નંગ-૧ (૬) અગારા પ્રા. શાળા કોમ્પ્યુટર નંગ-૨ (૭) ડુંગરી ગેસ બોટલો નંગ-૨ (૮) મુંડા હેડા ગેસ બોટલો નંગ-૧ (૯) રણિયાર ગેસ બોટલો નંગ-૧ (૧૦) જેતપુર ગેસ બોટલો નંગ-૧ (૧૧) સુથારવાસા ગેસ બોટલો નંગ-૧ (૧૨) લીલવાદેવા ગેસ બોટલો નંગ-૧ (૧૩) હાંડી ગેસ બોટલો નંગ-૨ (૧૪) કદવાલ ગેસ બોટલો નંગ-૨ (૧૫) કરંબા ગેસ બોટલો નંગ-૨ (૧૬) હિરોલા ગેસ બોટલો નંગ-૨ (૧૭) સુખસર ગેસ બોટલો નંગ-૨ (૧૮) કાગલાખેડા ગેસ બોટલો નંગ-૨

આમ જુદી જુદી જગ્યાએ આ યુવાને ગેસ બોટલો તેમજ કોમ્પ્યુટરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે તેમજ સંજેલી પોલીસે આ સંજેલી તાલુકા નામદાર કોર્ટમાં હાજર કરતાં તેના વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આરોપીના રિમાન્ડ પૂરા થતાં ઝાલોદ ની સબજેલમાં મોકલી આપેલ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાંસીયા ખાતે ની શાળાના કોમ્પ્યુટર ચોરીમાં પણ સામેલ હતો સંજેલી માર્કેટમાં ચોરીની કડી મેળવવા માટે રાત્રિ દિવસ દોડતી પોલીસને અન્ય ગુનામાં સંડોવાયેલા ચોરો સુધી પહોચવામાં સારી સફળતા મળી છે. ત્યારે માર્કેટની ચોરી નો પણ ભેદ ઉકેલાશે તેવી આશા છે. ૧૮ ચોરીના ભેદમાં ૧ ઝડપાઇ ગયેલ છે જ્યારે બે ફરાર થયેલા છે જે તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here