પ્રાથમિક શિક્ષક મહાસંઘ દાહોદનો પ્રશિક્ષણ વર્ગ સાલિયા ખાતે યોજાયો

0
95

 HIMANSHU PATEL –– LIMKHEDA【DUDHIYA】

દાહોદ જિલ્લાના સાલિયા કબીર મંદિર ખાતે પ્રાથમિક શિક્ષક મહાસંઘ દાહોદના ઉપક્રમે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિત તથા R.S.S. Cના નડિયાદ વિભાગના સહ કાર્યવાહક વિષ્ણુભાઈ પટેલ તેમજ પ્રાથમિક શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ તથા મહામંત્રી રતુભાઈ ગોળ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કબીર મંદિરના મહંત ઋષિકેશ બાપુએ ધર્મ ક્ષેત્ર તથા શિક્ષણ ક્ષેત્રમાં ગુરુના સ્થાન વિશે માહિતી આપી હતી. મોહનજી પુરોહિતે શિક્ષક મહાસંઘની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં વિષ્ણુભાઈ પટેલે જણાવ્યુ હતું કે સંઘ પાવર હાઉસ છે. બિન રાજકીય હોવાનું કહ્યું હતું. પ્રાથમિક શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ દ્વારા કાર્યકર્તાની કુશળતા વિશે માર્ગદર્શન આપ્યું હતું તથા મહામંત્રી રતુભાઈ ગોળ દ્વારા રાજ્ય આંતરસંઘીય આચાર સહિતા અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની નવીન કારોબારીની ઘોષણા કરી હતી. જેમાં જિલ્લા અધ્યક્ષ તરીકે બલવંત ડાંગર અને મહામંત્રી તરીકે નિતેશપટેલ  તથા સંગઠન  મંત્રી તરીકે અર્જુનભાઈ સહિત ૧૨ જિલ્લા કારોબારી તથા ૪ જેટલા રાજ્ય કારોબારીની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં ૨૦૦ જેટલા જવાબદાર કાર્યકર્તા હાજર રહ્યા હતા તથા ગુજરાત પ્રાંતના અધ્યક્ષ – મહામંત્રી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here