ફતેપુરાના ડુંગરની સગીરા જોડે બળાત્કાર કરનારને ગણતરીના કલાકોમાં જ ફતેપુરા પોલીસે ઝડપી પાડ્યો

0
659

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

પોલીસ ચોપડે નોંધાયેલ ગુના મુજબ સગીરાને સલરાના રાકેશ સોમા ડામોર અને બીજો છોકરો જેનું નામ ખબર નથી આમ બન્ને જણાએ તેના વાલી પણાં માંથી રાકેશે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી પટાવી-ફોસલાવી મારી પત્ની બનાવીશ. તેમ કહી મોટરસાયકલ ઉપર અપહરણ કરી ફરિયાદી દ્વારા વિરોધ કરવા છતાં બળાત્કાર કરી દુષ્કર્મ આચરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે. જે ગુન્હો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન દાખલ થતાં સર્કલ ઈન્સ્પેકટર બી.કે.બારિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ફતેપુરા પી.એસ.આઇ. એ.એમ.રાઠવા પોતાના સ્ટાફના માણસોને સાથે રાખી ગણતરીના કલાકોમાં જ આરોપી રાકેશ સોમા ડામોરને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતની તપાસ સર્કલ ઇન્સપેક્ટર બી.કે.બારીયા ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here