

PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામેં દેવા હકલા તાવીયાડે તેની પત્ની મીંઢુંળીબેનને કહ્યું કે તારે મજૂરી કામ કરવા નથી જવાનું તેમ કહી ઝગડો કરી બોલાચાલી કરી કપાળમાં અને માથાના ભાગમાં સુથારી કામ કરવાનો વાસલો મારી દીધેલો જેથી મીંઢુંળીબેન લોહી લુહાણ થઈ પડી ગયેલ. ઘરમાં બીજું કોઈ હતું નહિ અને મીંઢુંળીબેનને કામે જવાનું હોઇ હું તેના માટે ટિકિટ કરાવવા ફતેપુરા આવેલી હતી ત્યાં સરપંચ દ્વારા જાણ થતાં અમો જલ્દીથી ઘરે ગયેલા તો મીંઢુલીબેન લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલી હતી અને દેવો તેનો પતિ દરવાજામાં બેઠેલો હતો તેને કહ્યું કે મેં મારી પત્નીને મજૂરી કામ માટે જવા ના કહેતા તેને મને ગાળો દીધેલી જેથી મેં તેને મારી નાખી છે અમો મીંઢુલીબેનની લાસને ફતેપુરા સરકારી દવાખાને મડદા કોટડીમાં મૂકી પોલીસ ફરિયાદ આપવા આવેલા, ફરિયાદ બાદ પી.એસ.આઈ. બી.એમ.રાઠવા તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીને પોલીસે પકડી જેલ માં પુરી દીધેલ છે.
