દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામ મા રહેતા શાંતિલાલ ઢોલી ને અવાર નવાર પત્નિ સાથે વારંવાર ઝગડો થતો હોવાથી શાંતિલાલ ની પત્નિ છેલ્લા એક વર્ષ થી પોતાના પિયર રહેતી અને શાંતિલાલ તેની માતા તથા પુત્ર સાથે રહેતો હતો દરમિયાન ગતરોજ શાંતિલાલ ની માતા કુવા પર પાણી ભરતા હતા તે સમયે શાંતિલાલ અચાનક ખુલ્લી તલવાર લઈને ધસી આવ્યો હતો અને મારા છોકરા આકાશ અને તને બન્ને ને પતાવી દેવો છે તેવી બુમાબુમ કરતા જઈને પોતાની માતા ઉપર તલવાર ના ઘા કરતા માતા મંગળી બેન ને ગંભીર ઈજા પહોચતા બેભાન થઈ ગયા હતા ત્યાર બાદ ઘરમા જઈ પોતાના જ પુત્ર ને તલવાર ના ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી દીધો હતો મંગળી બેન ને હોશ આવતા તેમને બુમાબુમ કરતા આજુબાજુ ના લોકો દોડી આવતા છોકરા ને લોહીલુહાણ હાલત મા મૃત્યુ પામેલ જોયો હતો અને તાત્કાલિક 108 દ્રારા ઈજાગ્રસ્ત મંગળીબેન તથા મૃતક ને ફતેપુરા રેફરલ હોસ્પીટલ મા લાવવામા આવ્યા હતા. જયા મંગળીબેન ને સારવાર હેઠળ રાખી ફતેપુરા પોલીસ ને જાણ કરતા પોલીસે ઈ.પી.કો કલમ 302,307 મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
