ફતેપુરાના મોટીરેલ ખાતે બાઈક-બસ વચ્ચે અકસ્માતમા યુવાન નુ મોત

0
440

sabir bhabhor logo-newstok-272-150x53(1)Sabir Bhabhor – Fatepura

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામમા ગતરોજ ફતેપુરા થી વિજપુર જતી એસ.ટી બસે સામે થી આવી રહેલ બાઈક સવાર ને ટ્ક્ક્રર મારતા યુવાન ને ગંંભીર ઈજા ઓ થતા સારવાર માટે લઈ જતા રસ્તા માજ મૃત્યુ થવા પામ્યુ હતુ.
                પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે થી વિજાપુર ડેપો ની    જી.જે.-૧૮-વાય ૮૮૫૦ નં ની એસ.ટી બસ ફતેપુરા થી મુસાફર લઈ ને વિજાપુર જઈ રહી હતી ત્યારે મોટીરેલ સ્ટેશન પાસે મોટીરેલ  ના રહેવાસી સંજય કુમાર છગનભાઈ કટારા ફતેપુરા તરફ મોટર સાઈકલ લઈને આવતા હતા દરમિયાન બસ ની ટ્ક્કર વાગતા સંજય ભાઈ આશરે ૧૦ થી ૧૫ ફુટ ફંગોળઈ જતા માથા મા તેમજ શરીર ના ભાગે ગંંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ફતેપુરા લાવતા ડૉકટર ને  વધુ સારવાર ની જરુર લાગતા બહાર લઈ જવાનુ જણાવતા સંજય ભાઈ ના પરિવાર જનો ગોધરા લઈ જતી વખતે રસ્તા મા જ મૃત્યુ થયુ હતુ.
             આ અંગે ફતેપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ઈ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪(અ),૩૩૮ તથા મો.વ્હી.એક્ટટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજ્બ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here