ફતેપુરાના મોટી શેરોની પરણિતા જોડે અપહરણ કરી બદનામ કરી શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ

0
285

 

 

પોલીસ નોંધાયેલ ફરિયાદ IPC કલમ 366, 376, 506(2) મુજબ ફરિયાદી વિલાસબેન ભભોર રહે.મોટી શેરો તા.ફતેપુરા જી.દાહોદ ઉ.વ. ૨૭ વર્ષને આરોપી ભીખાભાઈ ચતુરભાઈ ડામોર રહે.કુમાના મુવાડા તા.ફતેપુરા જી.દાહોદનાઓ મજૂરી કામ પ્રાંતિજ ગામે મજૂરી કામ કરતો હતો અને હું પણ પ્રાંતીજ ગામે મજૂરી કામ કરવા માટે ગયેલી ત્યા અમો નજીક નજીકના ગામના હોઈ એકબીજાની ઓળખાણ થયેલી અને હું તેને ઓળખતી હતી તેનો ફાયદો ઉઠાવીને બળજબરી પૂર્વક મારો હાથ પકડી લઈ જઈ મારું મોઢું દબાવી તને બૈરી તરીકે રાખવાની છે એમ કહી પટાવી-ફોસલાવી એક બાજુ લઈ ગયેલ અને કહેલ કે જો તું નહીં આવે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ જેથી હું ગભરાઈ ગયેલ અને મને તેના ઓળખીતા નિલેશ દલા ડામોર મૉટીના દૂકાન લઈ જઈ રાત રાખેલ અને રાત્રી દરમ્યાન મારી મરજી વિરુદ્ધ ધાક ધમકી આપી દુષ્કર્મ કરેલું અને ત્યાંથી મોટા સરણાયા ડુંગરામાં લઈ ગયેલો ત્યાં પણ મારા જોડે આવી જ રીતે દુષ્કર્મ કરેલ પછી ત્યાંથી મારા કાકાની છોકરી ને ત્યાં મને સોંપી દીધી હતી. જે બનાવની વાત જાણી અમે બંને એક જ સમાજના હોઈ અને નજીક નજીકના ગામના હોઈ સામાજિક નિકાલની રાહ જોતા હતા પરંતુ કોઈ ઉકેલ આવેલ ન હોઈ બનાવની ફરિયાદ કરવા મારા પતિ, કાકાના દીકરા વિગેરે સાથે પોલીસ સ્ટેશન આવેલ અને કાયદેસરની કાર્યવાહી કરી તપાસ કરવા પીડીતાએ ફરિયાદ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here