ફતેપુરાના વડવાસ ગામે ટેમ્પા અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત : ૧ ને ગંભીર ઇજા, ટેમ્પો ચાલક ફરાર

0
267

 PRAVIN KALAL –– FATEPURA 

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના વડવાસ ગામે આજે તા.૩૦/૦૭/૨૦૧૯ ને મંગળવારના રોજ અંદાજે સવારના ૦૭:૩૦ કલાકની આસપાસ એક ટેમ્પો જેનો નંબર RJ 03 GA 2174 પુરઝડપે બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારીને આવતો હતો સામે બાજુથી મોટર સાયકલ હોન્ડા સાઈન નંબર GJ 20 AC 6240 ની ટક્કર મારી અડફેટમાં લઈ બાઇક ચાલક રોહિતભાઈ મગનભાઈ જાતે રાવળ ઉ.વ.-૧૯ નાને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી તથા તેની પાછળ બેઠેલ પિન્ટુભાઈ દેવચંદભાઈ જાતે રાવળનાને જમણા હાથે પગે ગંભીર ઇજા કરી તેમાં જ થાપામાં તથા બરડાના ભાગે તેમજ શરીરે ઓછી વત્તી ઇજાઓ કરી ટેમ્પો ઘટના સ્થળે જ મૂકીને નાસી જઇ ગુનો કર્યો હતો. આ બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશને મગનભાઈ મનાભાઈ જાતે રાવળ ઉ.વ.-૪૬ ધંધો ખેતી રહે. નિશાળ ફળિયુ વડવાસ નાઓએ ફરિયાદ કરતા ફતેપુરા P.S.I. એચ.પી.દેસાઈએ ફરિયાદ નોંધી અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુ.ર.નં.૩૬/૨૦૧૯, IPC કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) MV Act.- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here