ફતેપુરાના વલુંડી ગામમાંથી સગીરાનું સાગડાપાડાના યુવાને અપહરણ કરતા પોલીસ ફરિયાદ

0
189

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુંડી ગામના વાલજીભાઈ અકમાભાઈ બરજોરનાઓની સગીરાને અલ્પેશ તેરસિંગ ડામોર સાગડાપાડાનો સગીર વયની છોકરી એની ઉંમર 15 વર્ષ અને નવ માસ છે તેને લગ્ન કરવાના ઈરાદા ભગાડી ગયેલ છે. આશરે થોડા દિવસ અગાઉ હું, મારી પત્ની મનીષા, મારા છોકરા હર્ષદ, સચિન અને મારી પુત્રી મધુબાલા રાત્રી દરમિયાન અમો બધા ઘરે હતા અને જમી પરવારી ઘરની બહાર આંગણામાં રાત્રીના આઠેક વાગ્યે સૂઈ ગયેલા. હું અને મારી પત્ની સવારના જાગ્યા ત્યારે મારી દીકરી ખાટલામાં સૂતેલી જોવા મળેલ નહીં જેથી અજવાળું થતા આજુબાજુના ઘરોમાં પણ તપાસ કરેલી અને તેની કોઈ ભાળ મળી નહીં ત્યારે અમારો કુટુંબી શૈલેષ બરજોડે વાત કરેલ કે તમારી છોકરી સાગડાપાડા ગામનો અલ્પેશ ડામોર ચિલોડા ઘઉં કાપવા મજૂરી કામ કરતા હતા. ત્યારે તેઓ એક બીજા સાથે વાતો કરતા જોયેલા. જેથી તમો સાગડાપાડા જઈ તપાસ કરો તે જાણી અમો સાગડાપાડા તપાસ કરવા માટે ગયેલા તો અલ્પેશ ડામોરના ઘરવાળાએ કહેલ કે તમારી છોકરીને અમારા ઘરે લઇ આવેલ છે. તેથી અમોએ અલ્પેશ ઉર્ફે અતુલ અને અમારી છોકરીની શોધખોળ કરેલી અને અલ્પેશ ઉર્ફે અતુલના ઘરવાળાઓએ કહેલું કે અમો આઠ થી દસ દિવસમાં તમોને તમારી છોકરી સોંપી દઈશું. જેથી અમો તેની આઠ – દસ દિવસ રાહ જોઈ પરંતુ તેઓના કહેવા મુજબ અમારી છોકરી ન સોંપતા અમારા ગામના સરપંચ સુરેશભાઈને સાથે લઈ અલ્પેશ ઉર્ફે અતુલના ઘરે સાગડાપાડા ગયા તો તેના ઘરના માણસોએ કહ્યું કે હજુ છોકરા આવેલ નથી તેથી અમોએ તેમની બે – ચાર દિવસની શોધખોળ ચાલુ છે તેમ જણાવેલ. જેથી અમો ફરી અમારા ઘરે પરત આવી ગયેલા. આવી રીતે અમોને ખોટા ખોટા વાયદા કરીને છોકરી સોપેલ નથી જેથી સરપંચ તથા ઘરના માણસોએ આ બાબતે હવે કોઈ રાહ જોવી નથી તેમ કરી અમારી છોકરીનું અપહરણ કરેલ છે તેવી પોલીસ ફરિયાદ કરીએ તેવું નક્કી કરી પોલીસ ફરિયાદ આપેલ છે. તે બાબતે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here