ફતેપુરાના વલુંડી ગામે અજાણ્યા ટ્રેકટર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર : સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત

0
439

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર ઈપીકો કલમ આધારિત ફરિયાદી કમલેશ કટારા સરપંચએ ફરિયાદ આપેલી છે અમારા સંબંધી ભત્રીજાનો ફોન આવેલો કે મારા પિતા પ્રતાપભાઈ પારગી એમના મિત્રની મોટરસાયકલ (બાઇક) નંબર GJ.20.K.6061 ઉપર આવતા હતા ત્યારે વલુંડી ગામેં આર્યા હોસ્પિટલ નજીક અમારી બાઇકને કોઈ અજાણ્યા ટ્રેક્ટર ચાલક દ્વારા ટ્રેકટર ગફલતભરી રીતે હંકારી અમારી બાઈક સાથે અથડાવેલ જેથી મારા પિતા પ્રતાપ સોમા પારગી પડી જતા માથામાં તેમજ મોઢા, પગ. ઢીંચણ ઉપર સખત ઈજાઓ થઇ હતી અને તેઓને સરકારી દવાખાને દાખલ કરેલ છે જેથી હું સરકારી દવાખાને આવેલ અને વધુ ઇજાઓ જણાતા તેઓને વધુ સારવાર અર્થે દાહોદના હોસ્પિટલમાં રીફર કરેલા દાહોદના હોસ્પિટલમાંથી પણ રીફર કરી લુણાવાડા ડોક્ટર તાવિયાડના દવાખાને ગયેલા અને ત્યાંથી અમદાવાદ BodyLine હોસ્પિટલમાં દાખલ કરેલા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું તેથી હું અને મારા મિત્ર રાજુ બારીયા ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવેલ અને તે આધારે પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here