ફતેપુરાના વાંગડમાં સગીરાની એકલતાનો લાભ લઈ સગા કાકાએ બળાત્કાર ગુજાર્યો

0
1054

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડમાં સગીરા બાળકી જોડે સગા કાકાએ બળાત્કાર ગુજાર્યો. સગીરાની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો. ફતેપુરા વાંગડ ગામે રહેતા નારણભાઈ કાળુભાઈ પારગીની છોકરી સગીર વયની છે, અને તેના બા-બાપુજી બહારગામ પાઘડીમાં ગયેલ હતા અને તેમની બાળકી એકલી હતી ત્યારે સાંજના સમયે સાતેક વાગ્યાનાં સમયે અંધારુ જણાતા કુટુંબી કાકા ભીખાભાઈ ધુળાભાઈ પારગી ઉંમર ૩૦ વર્ષ વાંગડના તેમના ઘરે આવેલા એ સમયે બાલિકા ઘરમાં બકરા બાંધતી હતી તો તેઓ જેવા આવ્યા તેવા તે બાલિકાને પકડી પાડી હતી અને તેના ગુપ્તાંગોની સાથે અડપલાં કરી તેના કપડાં પણ ફાડી નાખેલા પછી તેઓએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંભોગ કરી બળાત્કાર કરેલ ત્યારે તે પીડિત બલિકાએ બૂમાબૂમ કરતા થોડી વારમાં પીડિતાના બળાત્કાર કરી ત્યાંથી જતો રહેલો. ત્યારબાદ ઘરના પણ બધા આવી પહોંચતા પીડીતા બલિકાએ તેની ભાભીને આ બાબતની જાણ કરતા ભાભીએ ઘરના બધાને જાણ કરતાં પીડિતાના પપ્પાએ પોલીસ ફરિયાદ કરવા ફતેપુરા પોલીસ સ્ટેશને આવેલા પોલીસે ફરિયાદ લઇ IPC કલમ ૩૭૬ તથા સને 2012ના POCSO Act – 3, 4 મુજબ ગુનો દાખલ કરેલ છે અને તેની તપાસ સર્કલ ઈન્સ્પેકટર કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here