Saturday, November 9, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભોજેલામાં આયુષ્યમાન હેલ્થ કેમ્પ યોજાયો

ફતેપુરાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભોજેલામાં આયુષ્યમાન હેલ્થ કેમ્પ યોજાયો

તા.15 જુલાઇ થી 28 જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે જે અંતર્ગત આજ રોજ તા.26-07-2024 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ.વી.અમલિયાર ના માર્ગદર્શન હેઠળ ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે HIV / AIDS, હીપેટાઈટીસ બી, TB , ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC (પ્રચાર પ્રસાર) કરવામા આવી..

ગામ લોકોને પત્રિકા, પોસ્ટર ના માધ્યમ થી સમજ આપવામા આવી. ત્યાર બાદ ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ કેમ્પ મા ટેસ્ટિંગ કરવામા આવ્યું. જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ.સોનલબેન પટેલ, ICTC કાઉન્સેલર નયનાબેન દરજી તથા લેબ ટેક. કૌશિકભાઇ સોલંકી, HIV ટેસ્ટિંગ મોબાઇલવાન માથી તુષારભાઇ અને LWS લિંક વર્કર TB માંથી STS નટવરભાઈ તેમજ સરસ્વા PHC નો સ્ટાફ હાજર રહ્યા હતા આ કૅમ્પમાં કુલ:- 116 લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરાવ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments