ફતેપુરાની કમલ વિદ્યાલય અને બુનિયાદી પ્રા. શાળા ભોજેલા દ્વારા ૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
366

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માં ૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કમલ વિદ્યાલય અને બુનિયાદી પ્રાથમિક શાળા ભોજેલા દ્વારા ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ ના દિને ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં નવયુવાન એવા ચૂંટાયેલા સરપંચ હિતેશભાઈ પરમાર અને નવનિયુક્ત એવા HTAT પ્રિન્સિપાલ એ.આર. પ્રજાપતિ દ્વારા ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં દીકરીઓને વધાવો ‌એ અનુસંધાને રાષ્ટ્ર ધ્વજ તેમની શાળામાં ભણી ચૂકેલી વિદ્યાર્થીની ડોક્ટર રંજનબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. એક બાજુ જિલ્લા લેવલનું મોટો પ્રોગ્રામ હતો ત્યારે આવી શાળાઓમાં પણ ગ્રામજનોમાં નવયુવાન સરપંચ અને નવનિયુક્ત આચાર્ય દ્વારા રાષ્ટ્રિયતા ને લગતા કાર્યક્રમોનું આયોજન કરી સમગ્ર ગામમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here