ફતેપુરાની પાટવેલ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત પસાર

0
414

 

 

 

અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં છ સભ્યોએ જયારે વિશ્વાસની તરફેણમાં ત્રણ સભ્યો નુ મતદાન…

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની પાટવેલ ગ્રામપંચાયતના મહિલા સંરપચ વિરુદ્ધ પોતાની જ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોએ પંચાયતના સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે વહીવટ કરી વિકાસના કામોમાં ગેરરીતી કરતા હોવાની વાતને લઇને અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત કરી હતી. દરખાસ્તને પગલે આજ રોજ ફતેપુરા તાલુકા પંચાયતના અધિકારીની હાજરીમાં પાટવેલ ગ્રામ પંચાયત ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી. મીટીંગમાં સરપંચ વિરુદ્ધ થયેલ અવિશ્વાસ પ્રસ્તાવને લઇને મતદાન કરવામાં આવ્યું છે જેમાં સરપંચની તરફેણમાં ૩ (ત્રણ) સભ્યોએ મતદાન કર્યુ હતું જ્યારે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૬ (છ) સભ્યો એ મતદાન કર્યુ હતું જેમાં ડેપ્યુટી સરપંચ મતલીબેન કટારા, સભ્યોમાં કૈલાસબેન ડીડોર, સુશીલાબેન ગરાસીયા, કમલેશભાઇ મકવાણા, નાથુભાઈ ગરવાળ, સોમલીબેન પારગીનો સમાવેશ થાય છે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ની તરફેણમાં છ સભ્યોએ આંગળી ઉચી કરી મતદાન કરતા પાટવેલના મહિલા સરપંચ લખીબેન રામાભાઇ પારગી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત પ્સાર થવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here