ફતેપુરાની વલુંડી પ્રાથમિક શાળામાં  ગણિત – વિજ્ઞાન મંડળ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

0
338

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની વલુંડી પ્રાથમીક શાળામાં ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં બાળકોને ક્વિઝ સ્પર્ધા, વિજ્ઞાનની પ્રયોગશાળાના સાધનોનું નિદર્શન તથા વિકલાંગો માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું શાળાના આ.શિ. પૂર્વી બેન દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરવામાં આવ્યું. વિજ્ઞાન શિક્ષક નિધિબેન અને જીજ્ઞેશભાઈ કલાલ દ્વારા વિધાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ રુચિ વધે તે માટે વિવિધ વિજ્ઞાનના વિષયોની પ્રવૃતિઓનો પરિચય આપવામાં આવ્યો. શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી થતા બાળકો ખુબજ આનંદિત થયા હતા. હર્ષ અને ઉલ્લાસ સાથે બાળકોએ વિવિધ સ્પર્ધા માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here