ફતેપુરામાં ગુજરાતી વણિક સમાજ અને અગ્રવાલ સમાજ દ્વારા રામરવાડીની શોભાયાત્રા નીકાળવામાં આવી

0
64

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ગુજરાતી વણિક સમાજ તેમજ અગ્રવાલ સમાજ દ્વારા રામરવાડી નિમિત્તે ભગવાન શ્રીરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી. ફતેપુરા બજારના અલગ-અલગ વિસ્તારોમાં બેંન્ડ અને ડીજેના તાલ સાથે શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. તેમાં અગ્રવાલ સમાજ વણિક સમાજના પુરુષો, મહિલાઓ તેમજ બાળકો ભેગા થઈને રામરવાડી ની શોભાયાત્રામાં સામેલ થયા હતા. શોભાયાત્રા રામજી મંદિરે થી લઈને ફતેપુરા બજારમાં અને પાછલા પ્લોટમાંથી લઈ હરી મંદિરના પટાંગણમાં રાસ ગરબાનો આનંદ માણ્યો હતો, સાથે સાથે ડીજેના તાલમાં તાલ મિલાવી ઝુમ્યા હતા અને રામજી મંદિરે જઈ પ્રસાદ અને આરતી કરી પુર્ણાહુતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here