ફતેપુરામાં દારૂ અંગે વિશેષ રજૂઆતો કરતો વિડિઓ વાયરલ હોવા છતાં પોલીસ તંત્ર નિંદ્રાધીન

0
322

Pravin kalal Fatepura
ફતેપુરામાં હાલ પંદરથી વીસ દિવસ પહેલાં એક ચૌદ વર્ષની છોકરીએ તેના પરિવાર દ્વારા દારૂનું બહુ સેવન કરતાં રેન્જ આઇજી અને ગૃહ ખાતામાં અને પોલીસ મથકે રજૂઆતો કરેલ હતી તેને ધ્યાનમાં લઇ આઇજી શ્રી ચુડાસમાએ તપાસ કરી કસુરવાર જણાતા પીએસઆઇની ટ્રાન્સફર કરી હતી અને તપાસનો દોર લંબાવી નવીન પીએસઆઇ મુકેલ હતા પરંતુ હાલ નવીન પીએસઆઇ ગૃહ ખાતામાંથી તેમની ટ્રાન્સફર થઇ જતાં બુટલેગરોમાં મજા અને ખુશી છવાઈ ગઈ હતી અને દારૂનો વેપલો ફરી જૈસે થે રીતે ચાલવા માંડ્યો હતો હાલ બે દિવસ પહેલાં એક દારૂ પીડિત પંચાલ પરિવાર ચોત્રીસ વર્ષના નવ યુવાન દારૂ ના નશાને કારણે  મોત નિપજ્યું હતું તેની રજૂઆત પણ ગામના આગેવાન શ્રી વિશાલભાઈ દ્વારા આઇજી શ્રી ડીએસપી શ્રીને કરવામાં આવી હતી
આ બાબતમાં ફતેપુરાના દારૂના બુટલેગરોનું કહેવું છે કે અમોને પોલીસ દ્વારા દારૂ જ દારૂ વેચવામાં  આવે છે તે બાબતનો ઓડિયો વીડિયો તેમજ ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતા તેવી માહિતીઓ મળેલ છે તો આ બાબતે સરકાર શ્રી અને અધિકારી શ્રી ધ્યાન દોરી ઘટતું કરી અને કોઈ આ બાબતોમાં ધ્યાન દોરે એવા પીએસઆઈ ફતેપુરામાં આવે તેવી ગ્રામજનો અને ગરીબ વર્ગના પીડાતા દારૂ બાબતથી બરબાદ થઈ ગયેલા પરિવારોનો નમ્ર વિનંતી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here