ફતેપુરામાં દાહોદ જિલ્લા કલેકટરની સરકારી કચેરીઓમાં ઓચિંતી મુલાકાત

0
143

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકામાં કોવિડ-૧૯ ને લઈ આજે તા.૧૬/૧૦/૨૦૨૦ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરડી ઓચિંતી મુલાકાત સરકારી ઓફિસોમાં લીધી હતી.

ફતેપુરા સામૂહિક દવાખાનામાં ઓચિંતી તપાસ કરી હતી અને કોવિડ19 વિશે અને બાળકોના પોષણ બાબતે પૂછપરછ તેમજ વજન વધારવા વિશે ચર્ચાઓ કરી હતી, તેમજ પોલીસ સ્ટેશન ની મુલાકાત લઈ મામલતદાર કચેરીમાં મુલાકાત લીધી હતી. ત્યારબાદ દરમિયાન કોવિડ 19ને લઈને વ્યવસ્થા કરવામાં આવેલી છે કે નહીં તેની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી અને
કોવિડને લગતા પ્રશ્નોનું નિરાકરણ તેમજ સાવચેતીના ભાગરૂપે શું પગલા લેવા તેની જાણકારી અધિકારીઓને ભાર પૂર્વક આપી હતી અને SMS (સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર) ઉપર ખુબ જ ભાર મૂક્યો હતો.

વધુમાં વધુ લોકો જાગૃત થાય અને લોકો આ કોરોના મહામારી થી બચી શકે તેવા આપણે બધાએ ભેગા મળી બધાના સાથ સહકાર થી વધુ પ્રયત્ન કરવા પડશે અને લોકો પાસે તેનું પાલન કરવા વધુ જાગૃત કરવા પડશે તેવું જિલ્લા કલેક્ટર વિજય ખરડીએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here