ફતેપુરામાં પાછલા એક અઠવાડીયાથી ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી આપવામાં આવ્યું નથી

0
125

 PRAVIN KALAL –– FATEPURA  

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં  પાછલા પ્લોટ તેમજ અન્ય બજારમાં છેલ્લા સાત દિવસથી પીવાનું પાણી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યું નથી અને કાલે આમ થયું હતું આજે તેમ થયું જેવી બેફિકરાઈ અને ઉદ્ધત રીતે વાયદાઓ કરવામાં આવે છે પરંતુ પાણી આપવામાં આવતું નથી. આવી અસહ્ય ગરમીમાં ગરીબ વર્ગ તેમજ અન્ય લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. અમુક જગ્યા ઉપર પાણીના ટેન્કર પહોંચી ન શકતું હોઈ ત્યાં તે લોકોને પાણી લેવા માટે બહુ દૂર સુધી જવું પડતું હોય છે તેથી બહુ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ટેન્કર વાળા એક બેરલના 20 રૂપિયા લેવા છતાં પણ પાણી આપવા આવતા નથી અને લોકોને આ અસહ્ય ગરમીમાં પાણી વાપરવા તેમ જ પીવાની તકલીફો પડી રહી છે. આ બાબતે તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. આ બાબતે તંત્ર સજાગ થઈ વહેલી તકે નળવાટે પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગામ લોકોનો કહેવું છે. જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ગામના લોકોએ આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here